૧૯૧૬ના વર્ષમાં પ્રેસિડેન્સી કોલેજના ઈ.એફ.ઓટન નામના એક અંગ્રેજ પ્રોફેસરે તેમના વર્ગખંડ પાસેના કોરિડોરમાં એકત્ર થયેલા કેટલાક વિદ્યાર્થીઓની ખલેલથી ધૂંધવાઈને તેમને બળપૂર્વક દૂર હડસેલી દીધા. વિદ્યાર્થીઓએ માંગણી કરી કે પ્રોફેસર તેમની માફી માંગે પણ પ્રોફેસરે માફી માંગવાની ના પાડી એટલે કોલેજમાં સામાન્ય હડતાલ પડી. એ દિવસોમાં પ્રેસિડેન્સી કોલેજમાં હડતાળનો બનાવ એ એક અકલ્પીય બાબત હતી.હડતાળિયા વિદ્યાર્થીઓના એક નેતા તરીકે સુભાષને ચેતવણી આપવામાં આવી. પણ તેઓ અડગ જ રહ્યા. સદભાગ્યે એ પ્રોફેસરમાં શાણપણ આવ્યું અને વિદ્યાર્થીઓ સાથેના સંઘર્ષનો તેમણે સુમેળ અંત આણ્યો. પણ મોટી કમનસીબી એ થઈ કે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલાં માટે જે દંડ ફટકાર્યો હતો તે પાછો ખેંચવાનો તેમણે સાફ ઈન્કાર કરી દીધો. પ્રિન્સિપાલના આ નિર્ણયથી ઉશ્કેરાઈ બીજી ઘટના વજ્રઘાત સમાન બની. વિદ્યાર્થીઓએ કાયદો હાથમાં લીધો પ્રો. ઓટનને લોહીલુહાણ થઈ જાય એટલો સખ્ત માર મારવામાં આવ્યો. સરકારે કોલેજ બંધ કરી તપાસ માટે કમિટી ઓફ ઈન્ક્વાયરીની રચના કરી. કોલેજની આવી ગૂંચવણભ...