જન્મ : ૭મી ફેબ્રુઆરી, ૧૮૯૮ અવસાન : ૨૭મી મે, ૧૯૩૫ વર્ષ ૧૯૨૩ની વાત છે જ્યારે ડૉ. આંબેડકર લંડનથી અભ્યાસ પૂર્ણ કરીને બેરિસ્ટર બન્યા બાદ ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના ભાઈ બલરામે પરિવારના તમામ સભ્યો માટે નવાં કપડાં ખરીદ્યા હતાં અને રમાબાઈને સાડી ખરીદવા માટે થોડા પૈસા પણ આપ્યા. પરંતુ રમાબાઈએ પોતાના માટે સાડી ખરીદવાને બદલે બાબાસાહેબ માટે વસ્ત્રો અને જમવાનું ખરીદ્યું. રમાબાઈ તેમના પતિની પ્રગતિમાં પૂરા દિલથી મગ્ન હતાં. માનસિક રીતે તેમનું અસ્તિત્વ પતિના અસ્તિત્વમાં ભળી ગયું હતું. જેવી પરિસ્થિતિ હતી તેનાથી તે ખુશ હતાં. નવી સાડી વગર શું અટકવાનું ? તેમને મન તો પતિનો સંગ અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય રમાબાઈની શોભા હતી. તેથી અલગ પોશાક પહેરવાની કોઈ જરૂર જણાઈ નહીં. કુટુંબ સુખી રહે, પતિની પ્રગતિ થાય એ જ તેમની ઈચ્છા હતી. રમાબાઈ ચંદનના વૃક્ષ જેવાં હતાં જેની સુગંધ દૂર દૂર સુધી વાતાવરણને સુગંધિત કરે છે, પરંતુ વૃક્ષને આ સુગંધ સાથે કોઈ લેવાદેવા નથી. તેમ છતાં રમાબાઈએ વિચાર્યું કે આ જૂની સાડીમાં તેમના પતિની સા...