જન્મ : ૧૨,જાન્યુ. ૧૮૬૩ અવસાન : ૦૪,જુલાઈ ૧૯૦૨ 'રામકૃષ્ણ પરમહંસ મિશન' ની સામાજિક સુધારણા પ્રવૃત્તિમાં ભારત ભ્રમણ વખતે સ્વામી વિવેકાનંદ લોકોમાં આત્મવિશ્વાસ, દેશપ્રેમ, ભાઈચારો, માનવસેવા અને અસ્પૃશ્યતા નિવારણનો ઉપદેશ આપતા હતા. તેમણે કલકત્તામાં 'સમગ્ર દ્રષ્ટિએ વેદાંત' ઉપર વ્યાખ્યાન આપતાં કહ્યું કે, 'ઓ ભૂમિના દેવો ! તમારી દુર્બળતાનો એકરાર કરો અને બીજાની દુર્બળતાને ક્ષમા આપી બીજી જાતિઓને ઊંચે લાવો. તેમની ઉપર સહાયતાનો હાથ લંબાવો. તેમને વેદોનો અભ્યાસ કરવા દો. તેમને જગતના બીજા આર્યોની પેઠે આર્યો બનવા દો.એવી રીતે તમે પણ આર્યો બનો.' અન્ય એક વ્યાખ્યાનમાં કહ્યું કે, આપણા નવયુવકો તાકાતવાળા બનવા જોઈએ;ધર્મ પાછળથી આવશે. મારા યુવક મિત્રો સુદ્રઢ બનો, મારી તમને સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફૂટબોલ રમવાથી સ્વર્ગની વધુ નજીક જશો. આ શબ્દો આકરા છે, પણ મારે તમને તે સંભળાવવા પડે છે. કારણકે હું તમને ચાહું છું. પગરખું ક્યાં ડંખે છે એ મને ખબર છે. મેં થોડોએક અનુભવ લીધો છે.’ આવા કડવા પ્રવચનોથી ભડકીને એક રૂઢિચુસ્તે તો 'સ્વામી સંન...