પેન્શન યોજના ૧૮૮૧માં લાવવામાં આવી હતી ત્યારે તેનો હેતુ એવો હતો કે સરકારી કર્મચારીઓ ઉપર અનેક પ્રકારનાં નિયંત્રણો હોઈ તે નોકરી સિવાય કોઈ અન્ય કામ ધંધો કરી શકતા નથી. એટલે નિવૃત્તિ પછી વૃદ્ધાવસ્થામાં સ્વમાનભેર પાછલી જીંદગી નિકળે એ માટે પેન્શન યોજના લાગુ કરવામાં આવી હતી. જેમાં નિવૃત્તિ લીધા પછી પેન્શનની સુવિધા એટલે કે દર મહિને એક નિશ્ચિત રકમ મળતી. પેન્શનની સંપૂર્ણ રકમ સરકાર દ્વારા આપવામાં આવતી. આ રકમ કર્મચારીના છેલ્લા પગારના ૫૦ ટકા હતી. જો કોઈ કર્મચારી ૧૦ વર્ષની સેવા પછી પણ નિવૃત્ત થાય છે, તો તેને પણ આ જ ફોર્મ્યુલા હેઠળ પેન્શન મળતું. નિવૃત્તિ બાદ ૧૬.૫ મહિનાનો પગાર ગ્રેચ્યુઈટી તરીકે આપવામાં આવતો. નોકરી દરમિયાન મૃત્યુના કિસ્સામાં, ગ્રેચ્યુઇટી ૨૦ લાખ અને આશ્રિતને પણ સરકારી નોકરી મળતી. પેન્શન દરમિયાન મોંઘવારી ભથ્થું પણ મળતું વગેરે જેવી સુવિધાઓ નવી સિસ્ટમ હેઠળ નાબૂદ કરવામાં આવી. આનો અર્થ એ થયો કે ૨૦૦૪ કે ત્યાર બાદ નિમણૂક પામેલા કર્મચારી પેન્શનનો હકદાર નથી. ...