![]() |
ઍફિલ ટાવર, ફ્રાન્સ |
આયોજન, રચના અને અસાધારણ કદને કારણે એફિલ ટાવરને જોઈને સૌ કોઈ મુગ્ધ થઈ જાય છે. તેનું વિરાટ કદ ભવ્ય હોવા છતાં નજાકત ભર્યું લાગે છે. ઇ. સ. ૧૮૮૯ ના પ્રસંગે એફિલ ટાવરની રચના કરવામાં આવી.
એ જમાનાનો હતો ઔદ્યોગિક ક્રાંતિનો, પ્રગતિનો. વૈજ્ઞાનિક સિદ્ધિઓના સ્થાપત્ય કલામાં પણ ઘણા પાયાના ફેરફારો થઈ રહ્યા હતા. મકાનોને વધારે હલકા સુંદર દેખાવવામાં અને અદ્યતન બનાવવામાં કાચ, લોખંડ, પોલાદ જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટૂંકમાં સ્થપતિની ભૂમિકા ઇજનેરોએ લેવા માંડી હતી. ઇજનેર ગુસ્તાવ એફિલે કાગળને બદલે આકાશના ફલક ઉપર જાણે ધાતુની સામગ્રીથી અદભુત રેખાઓ દોરી હતી. આ જ ગુસ્તાવ એફીલે અમેરિકાની સ્વાતંત્ર્ય મૂર્તિનું પણ આયોજન કર્યું હતું. તે સમયે ગુસ્તાવ એફિલ જગતભરમાં લોખંડના માળખાનું આયોજન કરનારા ઇજનેરોમાં અગ્રણી ગણાતા હતા. પ્રાચીન સ્થાપત્યો ભૂતકાળના પ્રતીક છે જ્યારે એફિલ ટાવર માનવીની ભવિષ્યની સિદ્ધિઓની આગાહી કરનાર અગ્રદૂત છે.
૩૨૫ મીટર (૧૦૬૬ ફૂટ) ઊંચો એફિલ ટાવર તેના કદના પ્રમાણમાં ઘણો હલકો બનાવવા માટે ૧૫ હજારથી પણ વધારે ધાતુના વિવિધ ભાગોને જોડવામાં આવ્યા છે. તેનું કુલ સાત હજાર ટન જેટલું વજન છે. જે સિમેન્ટના પાયા ઉપરના ચાર સ્તંભો ઉપર ટેકવેલો છે.
એફિલ ટાવરના ત્રણ માળ છે. દરેક માળ ઉપર રેસ્ટોરન્ટ છે. જ્યાં મુલાકાતીઓ આવે છે અને ચારેતરફ દેખાતું નગરનું અદભૂત દ્રશ્ય જોઈ શકે છે. જ્યારે આકાશ ચોખ્ખું હોય ત્યારે એફિલ ટાવર ની નીચેનો પ્રદેશ લશ્કરી છાવણી માટે વપરાતો પાછળથી તેમાં વિશાળ બગીચો થયો અત્યારે તો અહીં વારંવાર અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ અને મેળાઓ યોજાય છે.
આધુનિક સમયની અજાયબી ભર્યા આ ભવ્ય એફિલ ટાવરની મુલાકાત લેવા દર વર્ષે લગભગ ૨૦ લાખથી વધુ લોકો વિશ્વભરમાંથી આવે છે. એફિલ ટાવર વિનાના પેરિસની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
નોંધ : વર્ષ ૨૦૦૮માં દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારી "જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર .. 👇🏻
Comments
Post a Comment