Skip to main content

Posts

વિવિધ સંદર્ભ અને સ્ત્રોતોમાંથી એકત્રિત કરેલ સત્ય, સ્વતંત્ર અને સાર્થક વિચારોનું દર્શન

ભારતમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગની સુધારાવાદી પહેલ

             રવિવારે બપોરે ત્રણ વાગ્યે અમારી ગાડી રાજસ્થાન જવા રવાના થઈ. હરિ કાકા, હિતેષભાઈ, રમેશભાઈ અને સાથે હું. લગભગ ચાર વાગ્યા આસપાસ અમે આબુરોડ પહોંચ્યા ત્યાંથી અમારી સાથે પ્રોફે. ડૉ. હિમાંશુ પંડયા સર, બાબુલાલજી (સમાજસેવક, ચિંતક અને લેખક), નટવરલાલ અને મહેન્દ્રભાઈ (બન્ને શિક્ષક) જોડાયા. આબુથી આગળ જતાં એક હોટલ પર ચા-પાણી કરવા માટે ગાડી રોકી. પ્રોફે. ડૉ. હિમાંશુ સાહેબને ડાયાબીટીસનો પ્રશ્ન હોવાથી તેઓએ ચાની ચૂસકી મારતાં મારતાં કહ્યું કે, એક વખત ડૉક્ટરી તપાસ કરાવતાં જાણવા મળ્યું કે મને ડાયાબીટીસ છે તો મને ભાવતી ગળી ચીજવસ્તુઓ ખાવા પર મારી સદંતર પાબંદી લાગી ગઈ. મને ડાયાબીટીસ હોઈ ન શકે તેમ છતાંય થોડો સમય મેં કાળજી રાખી પછી ડાયાબીટીસ માટે ત્રણ મહિનાનો એક ટેસ્ટ આવે છે એ કરાવ્યો તો એમાં મારું ડાયાબીટીસ નથી એવું નિદાન આવ્યું એટલે ડૉક્ટર કહ્યું કે હવેથી તમે ઘરે જઈને મીઠાઈ કે ગળી ચીજવસ્તુઓ ખાઈ શકો છો. ત્યારે હું ઘરના રસ્તે જવાને બદલે મીઠાઈની દુકાને જઈ મીઠાઈ આરોગી હતી. આ કિસ્સો સાંભળી સૌ હસી પડ્યા. ઘણી વખત આપણને બંધન નડી જતાં હોય છે અને એ પણ માનસિક. પ્રોફેસર સાહેબ...
Recent posts

નારી જાતિનું ગૌરવ જ નહીં, એક પ્રાતઃસ્મરણીય ઐતિહાસિક ત્યાગમૂર્તિ : રમાબાઈ

  જન્મ : ૭મી ફેબ્રુઆરી, ૧૮૯૮        અવસાન : ૨૭મી મે, ૧૯૩૫                    વર્ષ ૧૯૨૩ની વાત છે જ્યારે ડૉ. આંબેડકર લંડનથી અભ્યાસ પૂર્ણ કરીને બેરિસ્ટર બન્યા બાદ ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના ભાઈ બલરામે પરિવારના તમામ સભ્યો માટે નવાં કપડાં ખરીદ્યા હતાં અને રમાબાઈને સાડી ખરીદવા માટે થોડા પૈસા પણ આપ્યા. પરંતુ રમાબાઈએ પોતાના માટે સાડી ખરીદવાને બદલે બાબાસાહેબ માટે વસ્ત્રો અને જમવાનું ખરીદ્યું. રમાબાઈ તેમના પતિની પ્રગતિમાં પૂરા દિલથી મગ્ન હતાં. માનસિક રીતે તેમનું અસ્તિત્વ પતિના અસ્તિત્વમાં ભળી ગયું હતું. જેવી પરિસ્થિતિ હતી તેનાથી તે ખુશ હતાં. નવી સાડી વગર શું અટકવાનું ? તેમને મન તો પતિનો સંગ અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય રમાબાઈની શોભા હતી. તેથી અલગ પોશાક પહેરવાની કોઈ જરૂર જણાઈ નહીં. કુટુંબ સુખી રહે, પતિની પ્રગતિ થાય એ જ તેમની ઈચ્છા હતી. રમાબાઈ ચંદનના વૃક્ષ જેવાં હતાં જેની સુગંધ દૂર દૂર સુધી વાતાવરણને સુગંધિત કરે છે, પરંતુ વૃક્ષને આ સુગંધ સાથે કોઈ લેવાદેવા નથી. તેમ છતાં રમાબાઈએ વિચાર્યું કે આ જૂની સાડીમાં તેમના પતિની સા...

સ્વાભિમાનથી જીવવા શિક્ષણ મેળવી ગુલામીની સાંકળો તોડો - સાવિત્રીબાઈ ફૂલે

                એક દિવસ નાનકડી છોકરી પોતાના ઘરમાં અંગ્રેજી પુસ્તકના પાના ફેંદી રહી હતી. તેના પિતાની નજર આ પાના ફેંદતી છોકરી પર પડી. આ જોઈને તેઓને ગુસ્સો આવ્યો અને તેમણે તેના હાથમાંથી પુસ્તક છીનવી, ઘરની બહાર ફેંકતાં કહેતા હતા કે માત્ર ઉચ્ચ જાતિના પુરુષોને જ શિક્ષણનો અધિકાર છે. મહિલાઓ, દલિતો તેમજ અસ્પૃશ્યો માટે શિક્ષણ મેળવવું એ પાપ છે, જો તેઓ આ પાપ કરે તો મૃત્યુદંડ સુધીની સજા છે. ત્યારે એ જ ક્ષણે છોકરીએ પ્રતિજ્ઞા લીધી કે તે એક દિવસ ચોક્કસપણે વાંચવાનું શીખશે જ. અને તેની મહેનત રંગ લાવી, પ્રતિજ્ઞા ફળી. તેણીએ માત્ર વાંચવાનું જ નહીં, ઘણી છોકરીઓને શિક્ષિત કરી અને તેમનું ભવિષ્ય ઘડ્યું અને ભારતનાં પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે પોતાનું નામ સોનેરી અક્ષરોમાં અંકિત કર્યું, એ હતાં સાવિત્રીબાઈ ફુલે.              કોઈપણ દેશ અથવા સમાજના વિકાસમાં મહિલાઓ મહત્ત્વની ભૂમિકા બાંધે છે. જે દેશ, સમાજ અને ઘરમાં મહિલાઓ ભણેલી હોય છે ત્યાં તેમને નિર્ણય લેવાનો અધિકાર હોય છે. તેની ફળશ્રુતિ નિરંતર વિકાસ રૂપે મળે છે. જ્યાં સ્ત્રીને ઉપભોગની વસ્તુથી વિશ...

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

હિરા ઉદ્યોગ ભલે પડી ભાંગ્યો હોય પણ વિદ્યામંદિરના હિરા તો આજેય વિશ્વભરમાં ઝળકે જ છે.

        આજકાલ ખ્યાતનામ શાળાઓ પોતાની શાળામાં પ્રવેશ પરીક્ષા યોજે છે. બોર્ડ અથવા જે-તે શાળામાં વિદ્યાર્થી ગમે તેટલા ટકા લાવ્યો હોય પણ જો પ્રવેશ પરીક્ષામાં ઉત્તિર્ણ થાય તો જ એને પ્રવેશ મળે.! આવી પ્રવેશ પરીક્ષા આપવા માટે શહેરની જુદી જુદી શાળાઓમાં અનુભવ કર્યા હતા. પરંતું સૌથી વધારે હૃદયસ્પર્શી એક શાળા રહી અને એનો એક અનુભવ પણ સારો રહ્યો હતો.           પ્રવેશ પરીક્ષાના દિવસે અમે સવારે શાળા પરિસરમાં હાજર થઈ ગયા. પ્રકૃતિ વચ્ચે સ્વચ્છ પરિસર આંખે ઉડીને વળગે એવું હતું અને પરીક્ષા વ્યવસ્થાની તો વાત જ ન થાય..!! આવનાર પરીક્ષાર્થી બાળકોમાં પણ ઉત્સાહ દેખાતો હતો. તેમનું સપનું હતું કે બસ, આ જ શાળામાં પ્રવેશ લેવો છે, આ જ શાળામાં ભણવું છે. પરીક્ષા શરૂ થઈ, બાળકો પોતપોતાના બેઠક રૂમમાં પહોંચી ગયા. સાથે આવેલ વાલીગણ માટે આખા પરિસરમાં મન થાય ત્યાં બેસી શકે એવી છૂટ સાથે ખુરશીની વ્યવસ્થા હતી એટલે વાલીઓ પોતપોતાની રીતે નિ:સંકોચ, મુક્તપણે બેઠક લઈ લીધી. સેવક ભાઈઓ અને સિકયુરિટી ગાર્ડ પણ ખૂબ જ નમ્રપણે વાલીઓને મદદરૂપ થતા હતા. બે ભાગમાં યોજાનાર પ્રવેશ પરીક્ષાનું પ્રથમ પેપર પુરુ...

શુદ્રો તેમજ અસ્પૃશ્યોની શૂરવીરતાના ઈતિહાસનો સાક્ષી એટલે ભીમા કોરેગાંવનો વિજય ક્રાંતિસ્તંભ

        સંભાજીને ઈ.સ.૧૬૮૯માં એક એક અંગ કાપીને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવ્યો એવું સ્વામી સચ્ચિદાનંદે પોતાના પુસ્તકમાં લખ્યું છે. જ્યારે સંભાજીની હત્યા કરી શરીરના ટૂકડા ફેંકતાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે કોઈ આ ટૂકડાઓને હાથ લગાવશે તેની પણ આવી હાલત થશે..!! એટલે ઘણો સમય સુધી કોઈ લાશ લેવા આગળ આવ્યું નહિ, ત્યારે એક યુવાને હિંમત કરી. એણે મહારાજ સંભાજીના શરીરના રઝળતા ટૂકડાઓ વીણી ભેગા કર્યા અને સિલાઈ કરીને મુખાગ્નિ આપ્યો હતો. આ યુવાન મહાર જ્ઞાતિનો હતો. ( સંભાજીની સમાધિ આજે પણ એ જ મહારવાડી વિસ્તારમાં આવેલી છે) જાહેરાત પ્રમાણે યુવાનની પણ સંભાજીના જેવી જ હાલત થઈ અને એની આખી સમાજ ઉપર પેશ્વાઓએ (ચિતપાવન બ્રાહ્મણો) કેટલાક અમાનવીય નિયમો થોપી દીધા. પેશ્વાઓ મૂળ રીતે છત્રપતિ (મરાઠા સામ્રાજ્યના રાજા)ના ગૌણ તરીકે સેવા આપતા હતા. છત્રપતિ સંભાજીની હત્યા પછી મરાઠા સામ્રાજ્યની કમાન તેમના ભાઈ રાજારામ પાસે રહી. રાજારામ ઈ.સ.૧૭૦૦માં મૃત્યુ પામ્યા એટલે તેમની પત્ની તારાબાઈએ તેમના પુત્ર શિવાજી બીજો સાથે મરાઠા સામ્રાજ્યની કમાન સંભાળી. ઈ.સ.૧૭૦૭માં ઔરંગઝેબના મૃત્યુ પછી બહાદુરશાહ પહેલાએ છત્...

કિસી કો યે કૈસે બતાયે કિ ગુલિસ્તાઁ મેં કહીં ભી ફૂલ એક રંગીય નહિ હોતે..!!

         શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ અભિનીત સિદ્ધાર્થ આનંદની એક્શન થ્રિલર ફિલ્મ "પઠાણ" આવતા વર્ષે જાન્યુઆરીમાં મોટા પડદા પર આવવા માટે તૈયાર છે અને ચાહકો આતુરતાથી ફિલ્મ રિલીઝ થાય એની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે ૧૨મી ડિસેમ્બરના રોજ તેનું પહેલું ગીત "બેશરમ રંગ...." રિલીઝ થયા બાદ ફિલ્મ વિવાદમાં સપડાઈ ગઈ છે. ફિલ્મના ગીત બેશરમ રંગ વિરુદ્ધ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ટ્વિટર, ફેસબુક, વૉટસએપ, ઇન્સ્ટાગ્રામ જેવાં સોશિયલ મિડિયાએ તો ઉપાડો લીધો છે. જ્યાં જુઓ ત્યાં બસ પઠાણ...... પઠાણ...... જ છવાયેલું છે. ગીતને હેશટેગ કરીને દિપિકા અને શાહરૂખને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. કોઈ વિરોધ કરે છે તો કોઈ સમર્થન, કોઈને પઠાણ નામથી વાંધો છે તો કોઈને ખાનથી, કોઈને કપડાંથી વાંધો છે તો કોઈને કપડાંના રંગથી..!! કેટલાંક તત્વો કોઈના કોઈ રીતે આવા વ્યર્થ મુદ્દાઓ શોધતા જ હોય છે, જેમાં હિંદુ-મુસ્લિમ આવે...!! અને જો ન આવે તો ગમે તેમ શોધી જ લે અને પોતાનો ધંધો ચલાવતા રહે છે. એક ફિલ્મના ગીતને ધર્મના રંગમાં રંગવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. ગોદી મિડિયા પણ એને પ્રોત્સાહન આપી રહ...