वर्तमान जाति भेद भारतवर्ष की उन्नत्ति में बाधक हैं। वह संकीर्ण बनता है, बाधा पहुँचाता हैं और अलग करता है।
(जाति, संस्कृति और समाजवाद पृ.५६, स्वामी विवेकानंद)
(जाति, संस्कृति और समाजवाद पृ.५६, स्वामी विवेकानंद)
समाज सुधारकों के मुखपत्र में मैंने पढ़ा कि वे मुझे शूद्र कहते हैं और मुझे ललकारकर पूछते हैं कि शुद्र को संन्यासी होने का क्या अधिकार हैं..???
શું સ્વામી વિવેકાનંદ શુદ્ર હતા....!!!
ચાલો થોડા ઇતિહાસનાં પાનાં ફેંદીએ.
૧૯૧૬માં કલકત્તા હાઇકોર્ટમાં કેસ (20 C.W.N .910) ચાલ્યો. વાદી-પ્રતિવાદી અસિત મોહન ઘોષ, નિરોદ મોહન ઘોષ મલિક હતા. પ્રશ્ન હતો કે બંગાળના કાયસ્થો ક્ષત્રિય છે કે શુદ્ર..?
હાઇકોર્ટે નિર્ણય આપ્યો કે તેઓ શુદ્ર છે.
આ કેસની અપીલ પ્રિવી કાઉન્સિલ માં થઈ. ( 1926 47.A.I.40) કોઈ સ્પષ્ટ નિર્ણય ન આપ્યો. પણ કલકત્તા હાઇકોર્ટે જણાવ્યું કે કાયસ્થોના લગ્ન તાંતી ઉતરતી જ્ઞાતિમાં થઈ શકે છે. તે બધા શુદ્રો છે એટલે કાયસ્થોને પણ તેમાં સમાવવા જોઈએ.
આ નિર્ણયથી કાયસ્થોને ભારે હાનિ થઈ. તેમનુ ધાર્મિક તેમજ સામાજિક સ્થાન ધણું નીચું ઉતરી ગયું. એ સમયની કાયસ્થો જેવી રૂપાળી,સુઘડ અને શિક્ષિત જ્ઞાતિની આવી દશા હોય તો બીજી ઉતરતી, નિમ્ન જ્ઞાતિઓની તો વાત જ શી કરવી..!!!!
યાદ રહે સ્વામી વિવેકાનંદ જેવી ઘણી વિભૂતિઓ કાયસ્થ જ્ઞાતિએ આપી છે.
મિત્રો,
૨૧મી સદીમાં વિશ્વના દેશો કયાંના કયાં પહોંચી ગયા અને આપણને માનવતાવાદીઓએ વર્ણવાદ અને ધર્મવાદથી ચેતવ્યા છતાં પણ આપણે હજી ધર્મવાદ, જાતિવાદના રાજકારણમાં દેશની ઉન્નતિના બાધક તેમજ આપણુ ભવિષ્ય બરબાદ કરી રહ્યા છીએ.
સૌ સાથે મળી ધર્મ, જાત-પાંત વગરનું ભારતીયો વાળુ રાષ્ટ્ર બનાવીશું ત્યારે ખરા અર્થમાં સ્વામીજીની જન્મ જયંતિ ઉજવી કહેવાશે.
Keep it up
ReplyDelete