Skip to main content

ગરીબી માટે નહીં, સામાજિક ભેદભાવમાં સમાનતા લાવવા માટે છે અનામત.



ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો..? દરેક બિલ માટે જાહેરમાં ચર્ચા ઉપરાંત સંસદમાં ચર્ચા થતી તત્કાલીન બુદ્ધિજીવીઓ દ્વારા કોઈપણ બિલ માટે ખૂબ જ લાંબો સમય સુધી વિચાર વિમર્શ કરવામાં આવતો, ત્યારે તેનો અમલ થતો. જ્યારે વર્તમાનમાં દેશને આર્થિક રીતે પાયમાલ કરનારાઓએ ૭મી જાન્યુ. ૨૦૧૯ ના રોજ ડ્રાફ્ટ તૈયાર કર્યો અને ૯મી જાન્યુ. ૨૦૧૯ના રોજ સંસદમાં સત્તા ભૂખ્યાઓએ પાસ પણ કરી દીધો..!!!

સામાજિક અનામત કઈ રીતે મળી હતી..??
તો સામાજિક અસમાનતાએ માણસોને વિભાજિત કરી માણસાઈ સરવાળા વિનાની બનાવી. જીવન સ્તર બદ્તર બનાવ્યું. સામાજિક ક્ષેત્રે માણસાઈથી ફંગોળાયેલા પશુઓ કરતા પણ અધમ સ્થાન ભોગવતા લાખો અને કરોડો માણસોનું નરકીય જીવન એટલે સામાજીક અસમાનતા. આ વ્યવસ્થામાંથી સમસ્ત ભારતીયોને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય એટલે અનામત.

અનામત આપવા માટે ધર્મ કે જાતિ નો મુખ્ય આધાર એટલા માટે રાખવામાં આવ્યો કે દેશમાં અનેક જાતિઓ કે ધર્મના લોકો જે સામાજિક રીતે ભેદભાવ અને ઉપેક્ષાનો શિકાર બન્યા તેઓની સામાજીક એક સૂત્રતા એટલે અનામત.
બંધારણના આધારે અનામત આપવાનો માપદંડ જોઇયે તો સામાજિક અસમાનતા છે. આવક કે સંપતિના આધારે અનામત આપી શકાય જ નહીં. બંધારણના અનુચ્છેદ ૧૬(૪) અનુસાર અનામત કોઈ વ્યક્તિ વિશેષને નહીં, પરંતુ સમુદાયને આપવામાં આવે છે. બંધારણની અનુચ્છેદ ૧૫ અને ૧૬ માં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામતની જોગવાઇ છે. તેમાં આર્થિક અનામતની કોઈ જોગવાઇ જ નથી. બંધારણમાં અનામત આપવા પાછળનો તર્ક એ છે કે સમાજમાં ઉપેક્ષા પામેલા કે પછાત વર્ગોને સમાજની મુખ્ય ધારામાં લાવવામાં આવે. જે સવર્ણ અનામતને લાગુ પડતું નથી. અગાઉ આપેલ સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે પણ આર્થિક પછાતના મુદ્દે અનામત આપી શકાય નહીં.
બંધારણની મૂળ ભાવનાથી વિપરીત જઈ સરકાર આર્થિક આધાર પર અનામત કેવી રીતે આપશે..?
એક વિશ્લેષણ જોઈએ કે આઠ લાખની આવક મર્યાદા રાખી હોવાથી જ્યારે પણ અમલમાં આવશે ત્યારે તે શું થશે..? ભારતની સરેરાશ માથાદીઠ આવક રૂ.૧,૩૦,૦૦૦ છે એટલે કે ભારતનો નાગરિક મહિને સરેરાશ ૧૦ હજાર પણ કમાતો નથી. જ્યારે અનામત મર્યાદા રૂ. ૮,૦૦,૦૦૦ છે. અનામતની નજરથી જોઇએ તો ભારત સરકાર આઠ લાખથી ઓછી આવક વાળાને આર્થિક પછાત ગણે છે તો પછી ૨,૫૦,૦૦૦ થી વધુ આવક વાળી વ્યક્તિ પાસેથી સરકાર ઈન્કમ ટેક્ષ શા માટે વસૂલે છે...?? જ્યારે આ વર્ગ અનામતનો લાભ લેવા જશે ત્યારે ટેક્સના દાયરામાં આવવાથી તે મધ્યમવર્ગીય પરિવાર બની જાય છે. આવા બેવડી નીતિ કેમ...?

પી.ચિદમ્બરમજીએ કહ્યું છે કે, ''લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે એક તૃતિયાંશ બેઠકોનું બિલ ૨૦૦૮ થી હજી સુધી લટકી રહ્યું છે ત્યારે આર્થિક રીતે નબળા લોકોને અનામત આપવાનું બીલ ચાર વર્ષ અને સાત મહિના સુધી અગ્રતામાં નહોતું (ત્યારે ટ્રીપલ તલાકને અગ્રતા હતી) તો શા માટે લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ બધું બની ગયું…???
ગુજરાત સમાચાર ૧૨મી જાન્યુ. ૨૦૧૯ના નેટવર્કમાં નોંધે છે કે ,"ભાજપ સરકારે સવર્ણ અનામતની ઉતાવળ એટલા માટે કરી કે તેને મે મહિનામાં રાજકીય લાભ જોઈએ છે તેની પાસે ઝાઝો સમય નથી. વળી, ભાજપવાળા અન્ય રાજ્યમાં ચાલતા નથી. તો કરવું શું..??"
ઘણા રાજ્યોમાં ચૂંટણીલક્ષી આપેલ અનામતને કોર્ટે રદ કરી છે.  કેન્દ્રમાં પણ મંડલ કમીશન રીપોર્ટ લાગુ થયા બાદ નરસિમ્હારાવની દસ ટકા અનામતની જાહેરાત પછી ૧૯૯૨માં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય રદ બાતલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ જો બંધારણ પ્રમાણે ચાલશે તો (હાલની તાનાશાહી સરકાર સુપ્રીમ કોર્ટનું સાંભળતી જ નથી. ઉદા.આલોક વર્માની હાકલપટ્ટી) તેની સમીક્ષા પછી સવર્ણ અનામતનું મૃત્યુ નિશ્ચિત જ છે કેમ કે તેની પાસે ન્યાયિક સમીક્ષા કરવાની સત્તા છે. જો સરકાર દ્વારા કરવામાં આવેલો કાયદો બંધારણ મુજબ ન હોય તો સર્વોચ અદાલત તે કાયદાને રદ કરી શકે છે. સાયબર સિક્યુરિટી એક્ટની કલમ ૧૬૬ જે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મૂળભૂત હકને લક્ષમાં રાખીને સુપ્રીમ કોર્ટે રદ કરી હતી.
ગુજરાત સરકારના હરખપદુડા કઠપૂતળી મુખ્યમંત્રીએ તો ગુજરાતના સવર્ણોને ઉત્તરાયણના તહેવારની અનામતની ભેટ આપીને વર્ગ-૧ અને ૨ સહિતની તમામ ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દઈ દેશનું પ્રથમ રાજ્ય બનાવી દીધુ...!!!
ભરતીઓ રોકવાનું ષડયંત્ર એટલે સવર્ણ અનામત
બિહારના સવર્ણ પ્રો. મનોજ કુમાર ઝાના નિવેદનનો મારે અહીં ઉલ્લેખ કરવો જરુરી છે. તેમણે કહ્યું કે, "संविधान के साथ छेड़छाड़ कर रहे हैं । आज चंद घंटों में संविधान का कत्ल कर दिया । मैं तो सीधे तौर से कहता हूं हम आरक्षण खत्म कर देंगे..!! पहले जाति खत्म कर दो । हमने बाबासाहेब के संविधान सभा की बैठकों से प्रेरणा ली है । ये आरक्षण आमदनी बढ़ाओ योजना नहीं है..!! अरे संविधान सभा की बैठकों को पढ़िए। बाबा साहब कहते हैं," आरक्षण की व्यवस्था का विरोध वही लोग करते हैं, जिनको आरक्षण की पूरी समझ नहीं है। आरक्षण प्रतिनिधित्व का मामला है।" झा आगे कहते हैं कि आप कैबिनेट से शुरू कीजिए और संसद के आखरी पायदन तक आए आपको पता चल जाएगा कि जाति व्यवस्था का असर कितना है..?? आज यह रास्ता साफ दिख रहा है कि इससे जातिगत आरक्षण खत्म कर दिया जा रहा है।"
ટૂંકમાં,
બંધારણ વિરૂદ્ધનું પગલું એટલે સવર્ણ અનામત.
ટૂંકી દ્રષ્ટિથી સોનાના બિસ્કીટના નામે ફેંકેલું ખાલી ખોખુ એટલે સવર્ણ અનામત.
સમાનતા સ્થાપિત કરવાના પ્રયત્નથી અસમાનતા ઊભી થવાનો ખતરો એટલે સવર્ણ અનામત.

Comments

Read more

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...