સૂર્યપ્રકાશ વગર પૃથ્વી પર જીવન અશક્ય છે. જો ઓઝોન પડ ન હોય તો સૂર્યમાંથી નીકળતી ઉર્જા પૃથ્વી પરના જીવન વિકાસ માટે ખૂબ જ ઘાતક નીવડી શકે. આ પડ પૃથ્વીને સૂર્યના મોટાભાગના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગથી બચાવે છે. સિત્તેરના દાયકાના અંતમાં વૈજ્ઞાનિકોએ શોધ્યું કે માનવજાત આ રક્ષણાત્મક કવચમાં છિદ્ર બનાવવાનું કામ કરી રહી છે, ત્યારે તેમણે ચેતવતાં કહ્યું હતું કે,"એરોસોલ્સ અને ઠંડક, જેમ કે ફ્રિજ અને એસીમાં વપરાતા ઓઝોન-ક્ષીણ વાયુઓના કારણે થયેલાં છિદ્રના સીધા પ્રકાશથી ત્વચાના કેન્સર અને મોતિયાના કેસોમાં વધારો તેમજ છોડ, પાક અને ઈકો સિસ્ટમને નુકસાન પહોંચાડશે." આ ચેતવણીની ગંભીરતા સમજી કાર્બન ડાયોક્સાઇડ વાયુને કાબુમાં લેવો જરુરી છે. કેમ કે પૃથ્વીનું વાતાવરણ બગાડવામાં સૌથી મોટો ફાળો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે. આપણે ઉચ્છવાસમાં કાઢીએ છીએ, ઉદ્યોગો ફેલાવે, કોલસાથી ચાલતા પ્લાન્ટ ફેલાવે, વાહનો ફેલાવે એમ કાર્બન ડાયોક્સાઈડ ઉત્પાદન કેન્દ્રોનો કોઇ પાર નથી. કાર્બન ડાયોકસાઇડ ઓછો ફેલાવે એવા વિકલ્પો શોધવાના દુનિયાભરમાં કામ થઈ રહ્યું છે પણ તેનું ઉત્પાદન ઘટવાની શક્યતા નહિવ...