સૂર્યપ્રકાશ વગર પૃથ્વી પર જીવન અશક્ય છે. જો ઓઝોન પડ ન હોય તો સૂર્યમાંથી નીકળતી ઉર્જા પૃથ્વી પરના જીવન વિકાસ માટે ખૂબ જ ઘાતક નીવડી શકે. આ પડ પૃથ્વીને સૂર્યના મોટાભાગના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગથી બચાવે છે. સિત્તેરના દાયકાના અંતમાં વૈજ્ઞાનિકોએ શોધ્યું કે માનવજાત આ રક્ષણાત્મક કવચમાં છિદ્ર બનાવવાનું કામ કરી રહી છે, ત્યારે તેમણે ચેતવતાં કહ્યું હતું કે,"એરોસોલ્સ અને ઠંડક, જેમ કે ફ્રિજ અને એસીમાં વપરાતા ઓઝોન-ક્ષીણ વાયુઓના કારણે થયેલાં છિદ્રના સીધા પ્રકાશથી ત્વચાના કેન્સર અને મોતિયાના કેસોમાં વધારો તેમજ છોડ, પાક અને ઈકો સિસ્ટમને નુકસાન પહોંચાડશે." આ ચેતવણીની ગંભીરતા સમજી કાર્બન ડાયોક્સાઇડ વાયુને કાબુમાં લેવો જરુરી છે. કેમ કે પૃથ્વીનું વાતાવરણ બગાડવામાં સૌથી મોટો ફાળો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે. આપણે ઉચ્છવાસમાં કાઢીએ છીએ, ઉદ્યોગો ફેલાવે, કોલસાથી ચાલતા પ્લાન્ટ ફેલાવે, વાહનો ફેલાવે એમ કાર્બન ડાયોક્સાઈડ ઉત્પાદન કેન્દ્રોનો કોઇ પાર નથી. કાર્બન ડાયોકસાઇડ ઓછો ફેલાવે એવા વિકલ્પો શોધવાના દુનિયાભરમાં કામ થઈ રહ્યું છે પણ તેનું ઉત્પાદન ઘટવાની શક્યતા નહિવત છે. એક વ્હીકલ ખરીદાય, એક નવો રસ્તો બને, એક નવી ફ્લાઇટ ચાલુ થાય કે પછી સામાન્ય વૃક્ષ કપાય તેનાથી સરવાળે કાર્બનનું ઉત્પાદન વધે છે. આને ઘટાડવા માટે વિશ્વના દેશો બેઠકો પર બેઠકો કર્યા કરે છે જેની કોઈ ફળશ્રુતિ નીકળતી નથી. કાર્બન ડાયોક્સાઈડ વધે એમ પૃથ્વી ફરતે રહેલું ઓઝોનનું પડ નબળું પડતું જાય છે અને એ પછી સૂર્યના આકરા કિરણોનો સીધો ગેરલાભ પૃથ્વીને મળતું જાય છે.
ગેસનું ઉત્પાદન, કાર્બનનું વધુ પ્રમાણ જેવાં અનેક પરિબળોને કારણે પૃથ્વી પરનું તાપમાન વધી રહ્યું છે. હવે એ તાપમાન ૨૦૩૦ સુધીમાં ૧.૫ ડિગ્રી સુધી વધી જશે અને પછી કોઈ રીતે પર્યાવરણીય આફતોને કાબૂમાં લઇ નહીં શકાય. તાપમાન વચ્ચે દરિયાની સપાટી વધશે અને કાંઠાના અનેક શહેરી વિસ્તાર ડૂબમાં જઈ રહ્યા છે અને જશે. બીજી તરફ ભારત જેવા વાતાવરણ ધરાવતા દેશોમાં પ્રચંડ ગરમીનાં મોજાંમાં વધારો જોવા મળે છે અને મળશે. અત્યાર સુધી સ્થિતિ એવી હતી કે ભારતમાં અમુક વર્ષે જ આવાં મોજાં જોવા મળતાં હતાં અને હવે એ દર વર્ષે જોવા મળશે. જેને કારણે ગ્લોબલ વોર્મિંગના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વાતાવરણ બદલાઈ રહ્યું છે. આ સમસ્યાએ માથુ ઊંચકી જગતને પોતાના ભરડામાં લઈ લીધું છે તેના અનેક પુરાવા છે બાકી તો આવી દયનીય હાલત હોય નહીં..! ભૂકંપ, વાવાઝોડા, દાવાનળ, પુર જેવી અન્ય કુદરતી આફતોને ગમે ત્યારે ત્રાટકે છે. ખરેખર તો ક્લાઈમેન્ટ ચેન્જનો ભયંકર દોર છે છેલ્લા થોડા વર્ષોથી ચોમાસાનો વરસાદ હવામાન ખાતા અને મોસમ વિજ્ઞાનીઓની તમામ આગાહીઓ ખોટી પાડી રહ્યો છે. દેશના અનેક વિસ્તારોમાં વરસાદની અછત, તો ક્યાંક અતિ ભારે વરસાદના કારણે તારાજી સર્જે છે. આવી આફતોમાંથી બચવા માટે જંગલો કાપવાની પ્રવૃત્તિ ઘટાડવી, રસ્તા અને મકાન નિર્માણ દરમિયાન પ્રાકૃતિક સંતુલન ધ્યાન રાખવું, શહેરીકરણ અને પર્યાવરણના સંતુલનને સાથે રાખીને ચાલવાની ખુબ જરૂર છે. ઉદ્યોગો, પાવર હાઉસ, રિફાઇનરીઓ અને કાર્બન ઉત્સર્જિત કરતાં અન્ય એકમોને લઈને એક સર્વગ્રાહી નીતિ બનાવવાની તાતી જરૂર છે. ગ્લોબલ વોર્મિંગ એટલે કે ક્લાઈમેન્ટ ચેન્જની ઘાતક અસરથી બચવા માટે પૃથ્વીવાસીઓ પાસે ભૌતિક સુવિધાઓ ત્યજી વૃક્ષોના ઉછેર સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. પર્યાવરણના રક્ષણમાં નાગરિકોની ભાગીદારીને વધારવી જોઈએ. વૃક્ષારોપણને એક નારા કે ઉત્સવ પુરતો સિમિત ન રાખી જીવનનો હિસ્સો બનાવવો જોઈએ. જેમ કે, આસામના જોરહાટમાં કોકિલામુખ પાસે બ્રહ્મપુત્ર નદીના કાંઠાની બિન ઉપજાઉ જમીનમાં ઈ.સ.૧૯૭૯થી વાંસના વાવેતરથી જાદવે વૃક્ષારોપણની શરૂઆત કરી. વૃક્ષારોપણ ઉપરાંત વૃક્ષોને સાચવવાનું કામ એકલા હાથે કરીને ત્રણ દાયકામાં એ કામ કરી બતાવ્યું, જે આસામનો આખા વનવિભાગ મળીને પણ ન કરી શક્યો..!! ત્રીસ વર્ષની મહેનત પછી તેમણે ૪૫૦ એકર જમીનને હરિયાળી કરી દીધી. આસામ રાજ્યના વન વિભાગને તો છેક ઈ.સ.૨૦૦૮ સુધી ખબર જ નહોતી કે આ સ્થળે કોઈ જંગલ પણ છે..!! આજે આ માનવસર્જિત જંગલમાં કેટલાય હાથી, ગેંડા, હરણ અને સસલાં તેમજ કેટલાક વાઘ પણ રહે છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.કલામ સાહેબે "ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા" નામે સંબોધન કરીને તેમનું સન્માન કર્યું અને ઈ.સ.૨૦૧૫માં ભારત સરકારે પદ્મશ્રી આપીને જાદવનું સન્માન કર્યું હતું.
પૃથ્વી પરના જીવન માટે માત્ર ઓઝોન જરુરી છે તેથી આપણી ભાવિ પેઢી માટે ઓઝોન પડનું રક્ષણ કરવા પર્યાવરણ બચાવવું અતિ આવશ્યક છે. ગોંડલના રાજવી ભગવતસિંહના રાજમાં એક વૃક્ષ કાપનારને પણ સજાની જોગવાઈ હતી. અધિકારીઓ નિમીને ગોંડલ રાજ્યમાં વૃક્ષછેદન ન થાય તેના માટે ખાસ કાયદો બનાવવામાં આવ્યો હતો. જો કોઈ જગ્યાએ ઝાડ કપાય તો જેના તાબામાંથી ઝાડ કાપ્યો હોય તે વિસ્તારના ઇન્સ્પેક્ટરનો પગાર કાપી લેવાની જોગવાઈ પણ ગોંડલ રાજ્યમાં હતી. ભૌતિક સુવિધા માટે ઘેલા બનેલા માનવીઓ માટે આવા કડક કાયદા પણ જરૂરી છે. તો અને તો જ આ પૃથ્વી પરથી માનવજાતનું નિકંદન નીકળતું અટકાવી શકીશું.

अगर आप अपने भविष को स्वस्थ देखना चाहतें हो तो ऑजोन को बचाने के लिए लड़ो।
નીચનો લેખ વાંચવા એના ઉપર ક્લિક કરો.
સંદર્ભ : સમાચાર પત્રના લેખમાંથી સાભાર....👇🏻
Comments
Post a Comment