Skip to main content

Posts

Showing posts from 2020

અખંડ ભારતની એકતાનું પ્રતિક : સરદાર વલ્લભભાઈ પટેલ

જન્મ : ૩૧, ઑક્ટોબર : ૧૮૭૫  અવસાન : ૧૫, ડિસેમ્બર ૧૯૫૦                  વાયવ્ય દિશાએથી છઠ્ઠી સદીમાં ભારત આવી વસેલી હૂણ જેવી ખડતલ જાતિ અને પંજાબના ગુર્જરો આ બંને જાતિમાંથી ઊતરી આવેલી જાતિએ ચડોતરના જંગલો કાપ્યાં. રેતાળ જમીનમાં છાણ, માટી અને ખાતરનાં ગાડાંનાં ગાડાં ઠાલવીને તેને ફળદ્રુપ બનાવી અને તેમાં ખેતી કરવા માંડી. આસપાસના રજવાડામાં સૈનિકો તરીકે પણ સેવા બજાવી. આવેશ અને ધીરજનો અદ્ભુત સમન્વય સાધીને આ જાતિએ કાળક્રમે આવેલ હિંદુ, મુસલમાન અને અંગ્રેજ રાજકર્તાઓનો આદરભાવ સંપાદન કર્યો. વધારે નક્કર લાભ એ થયો કે પોતે ખેડતા હતા તે જમીનના માલિકી હકકના દસ્તાવેજ તેમણે મેળવી લીધા અને તેથી જમીન પાટીના માલિક તરીકે આ જાતિ 'પાટીદાર અથવા પટેલ' તરીકે ઓળખાઈ. આવી સમૃદ્ધ અને સશક્ત પાટીદાર જાતિમાં સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો. પોતાના જ કુટુંબની સાથે શિયાળાની રાતમાં છાણાંની તાપણી કરીને તાપતા નાનકડા વલ્લભે સાંભળેલી વૃદ્ધ પિતાની વાતમાંથી રાષ્ટ્રવાદી પ્રેરણા મેળવી હતી. યુવાકાળમાં ખેતર છોડીને વલ્લભભાઈ અમદાવાદની કાપડ મિલમાં કામ કરવા ગયા હતા. તેમણે દિવસે પૈસા કમાઈ ...

‘મિસાઈલ મેન’ અને ‘જનતાના રાષ્ટ્રપતિ’ તરીકે ઓળખાતા ભારતના અવિસ્મરણીય વૈજ્ઞાનિક : ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ

  (૧૫,ઓક્ટોબર : ૧૯૩૧ થી ૨૭, જુલાઈ : ૨૦૧૫)           તત્કાલીન મદ્રાસ અને હાલના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમમાં એક મધ્યમ વર્ગીય તામિલ કુટુંબમાં ૧૫મી ઓક્ટોબર ૧૯૩૧ના રોજ કલામનો જન્મ થયો હતો. તેમના માતા-પિતાની સમાજમાં એક આદર્શ દંપતી તરીકે ગણતરી થતી હતી. પિતા નાવિકનો વ્યવસાય કરી કુટુંબનું ભરણપોષણ કરતા. તેમના વિસ્તારમાં હિંદુ મુસ્લિમ હળી-મળીને રહેતા હતા. કલામને તેમના પિતા દરરોજ સાંજે નમાજ માટે લઈ જતા. અરબી ભાષામાં ગવાતી આ પ્રાર્થનાઓનો અર્થ શુ થાય તેની કલામને કશી ખબર ન હતી પણ પૂરી શ્રદ્ધા હતી કે પ્રાર્થના ખુદાને પહોંચે જ છે.          ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે એક દિવસ ગણિતના શિક્ષક રામકૃષ્ણ ઐયર બીજા વર્ગમાં શીખવતા હતા. કલામ એ વર્ગમાં જઈ ચડ્યા ત્યારે સરમુખત્યારની અદાથી રામકૃષ્ણ ઐયરે એમને બોચીથી પકડીને આખા વર્ગની વચ્ચે સોટી ફટકાર્યા હતા. તેઓ એટલા બધા તેજસ્વી વિદ્યાર્થી ન હતા છતાં પણ પિતાની આશા હતી કે મારો દીકરો ભાવિ કલેકટર બને. ઈયાદૂરાઈ સોલેમન મહાન શિક્ષક હતા. તે બધા બાળકોમાં આત્મગૌરવનું સિંચન કરતા. સોલેમને કલામની આત્મપ્રતિષ્ઠાને ખૂબ ઊંચે પહો...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...

ગુજરાતનો સદીઓ પહેલાંનો શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો : રાણીની વાવ (રાણકી વાવ)

  રાણીની વાવ, પાટણ                      સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ નમૂના તરીકે રાણીવાવની ગણના થાય છે. તેની કોતરણી અને સ્થાપત્ય કલા વિશ્વની અજાયબીઓ સાથે તુલનામાં આવે તેવી છે.               વાવ એટલે પગથિયાં વાળો મોટો કુવો. એ ભારતમાં ગુજરાત પ્રદેશમાં મળી આવતું અજોડ પ્રકારનું વિલક્ષણ સ્થાપત્ય છે. વાવ પ્રકારના સ્થાપત્યોની રચના પાણીના સંગ્રહ માટે કરવામાં આવતી. શાંત અને એકાંત સ્થળોએ પગથિયાં ઊતરીને વાવના પાણી સુધી પહોંચી શકાય તે રીતે વાવ બાંધવામાં આવતી હતી. જૂના સમયમાં મુસાફરોના મુખ્ય રસ્તાઓ ઉપર વૃક્ષોની છાયા વાળા સ્થળો વાવ માટે પસંદ કરવામાં આવતા. પ્રવાસીઓ અને વેપારીઓ, સામાનની હેરફેર કરનારા લોકો ગરમીના દિવસોમાં વાવ પાસે આરામ કરતા. ભાથું ખાતા અને વાવનું શીતળ જળ પીતા. આથી તેમનો તથા તેમના પ્રાણીઓનો થાક ઉતરી જતો અને તાજગી મળતી. ઈ.સ. ૯૦૦ની આસપાસ ગુજરાતના પાટણ શહેરમાં ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ આ રાણીની વાવ બંધાવી હતી. રાણી ઉદયમતી ઘણી ધર્મપરાયણ હતી. આથી આ વાવને પણ ભવ્ય દેવમંદિર જેવી કલાત્મક અને કોતરણીવાળી શ...

ઉત્તર ધ્રુવ પ્રદેશના સૌથી ઉંડા ભાગ સુધી પહોંચનાર પ્રથમ પ્રવાસી અને ઉત્તર ધ્રુવ વિજેતા : રોબર્ટ એડવીન પિયરી (૧૮૫૬-૧૯૨૦)

                 રોબર્ટ એડવીન પિયરી                ૬ઠ્ઠી એપ્રિલે ૧૯૦૯ની ઢળતી બપોરે પૃથ્વીના સૌથી ઉત્તરના છેડે આવેલા એક સ્થળે છ જણ ઊભા હતા. આ છ જણની નાની અમથી ટુકડીનો નેતા હતો અમેરિકાના નૌકાદળનો રોબર્ટ પિયરી નામનો એક નૌકાપતિ. સાથે બીજા પાંચ જણ હતા એનો એક નોકર અને ચાર એસ્કીમો, વર્ષોની પૂર્વ તૈયારી પછી આરંભાયેલો ઉત્તર ધ્રુવ પ્રદેશનો એમનો પ્રવાસ આખરે સફળ નીવડ્યો હતો. ૧૯૦૮માં જુલાઈમાં સેનાપતિ પીયરીએ રૂઝવેલ્ટ નામનું એક જહાજ આ સફર ખેડવા હંકાર્યું, સફળ થવાના દ્રઢ નિર્ધાર સાથે.                  આ સફર માટે જોઇતા નાણાં એકઠા કરવા એણે ૯૬ દિવસમાં ૧૬૮ પ્રવચનો આપ્યાં. આ પછી એ પોતાની પત્ની સાથે ધ્રુવ પ્રદેશની સફરે ઉપડ્યો એ ગ્રીનલેન્ડ પહોંચ્યો અને ત્યાંના સાગર કિનારાના એક ભાગ પર નાની મઢુલી બાંધી. આ મઢુલીમાં એની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો. ધ્રુવ પ્રદેશની આ સફર ખરાબ હવામાન, તરતી હિમ શિલાઓમાં ફસાઈ જવાય એવી તંગી અને થકાવટ વગેરે અનેક જાતની દવાઓ અને વિપત્તિઓની ભરપુર આ સફર હતી. ...

ભૌતિક સગવડો પાછળ આંધળી દોટ સમગ્ર દુનિયા માટે ખતરો માનવજાત સાથે દુનિયાનું નિકંદન : ઓઝોનમાં ગાબડું

               ૧૬ સપ્ટેમ્બર, વિશ્વ ઓઝોન દિવસ               આજે આપણે એવી ઘણી પ્રવૃત્તિઓ કરીએ છીએ જે પર્યાવરણ વિરુદ્ધ છે. પર્યાવરણના દુરુપયોગના કારણે કચરો ઉત્પન્ન કરવો, વૃક્ષોનો નાશ, પેટ્રોલ કે ડીઝલનો વધુ પડતો ઉપયોગ, કારખાનાંનો ધુમાડો, જંગલોમાં આગ, એ.સી કે ફ્રીઝ માટે ક્લોરોફ્લોરો કાર્બન વગેરે પર્યાવરણને નુકસાનકારક પદાર્થોનો માનવી ભરપૂર ઉપયોગ કરવા લાગ્યા છે.                  પૃથ્વી પરનું તાપમાનમાં આજે ચિંતાજનક રીતે વધારો થતો જાય છે અને તેના કારણે સમુદ્રની જળ સપાટી પણ સતત ઊંચી આવતી જાય છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓની પર્યાવરણ પર નિષેધક અસર પડે છે. આ અસરમાં વાવાઝોડું વધુ પ્રમાણ અને હવામાનમાં થતા ફેરફારો તે મુખ્ય ગણાવી શકાય. બધા જ જાણીએ છીએ કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં હિમશીલાઓ ઓગળવાને પરિણામે દરિયાના પાણીની સપાટી ઊંચી આવી છે. આ અસરો જગતના જુદાજુદા દેશોમાં પણ જોવા મળી છે. એક સર્વેમાં જાણવા મળ્યું કે દર પાંચ વર્ષે એક ઇંચ સમુદ્રના પાણીનું સ્તર ઊંચું આવે છે અને હવામાનમાં સતત પર...

કોઈ એક બે દેશ કે પ્રદેશ નહીં, પણ જગત આખાનો આંટો મારનાર મહાન પ્રવાસી : ફર્ડિનાન્ડ મેગેલન (ઈ.સ. ૧૪૮૦ -૧૫૨૧)

ફર્ડિનાન્ડ મેગેલન (ઈ.સ. ૧૪૮૦ -૧૫૨૧)          મેગેલનનો જન્મ પોર્ટુગલના ઓપાર્ટા નામના સ્થળે ૩જી ફેબ્રુ. ઈ.સ.૧૪૮૦માં થયો હતો. એકવાર પોર્ટુગલના દરબારમાં એને ફ્રાન્સિસ્કો સેરાઓ નામના માણસનો ભેટો થઈ ગયો. એ પાછળથી એનો જિંદગીભરનો દોસ્ત બની રહ્યો. ફ્રાન્સિસ્કો પણ એક સાહસિક સફરી હતો. વખતના વહેવા સાથે બંનેને પોર્ટુગલના દરબારમાં સારા હોદ્દે બઢતી મળી અને બંને જણ લિસ્બનમાં સાગરખાતામાં નોકરી કરવા લાગ્યા. સાહસિક શોધ સફરોનો એ જમાનો હતો. મેગેલન ભારે ખંતીલો અને અભ્યાસી વૃત્તિનો હતો. એણે નૌકા ચાલન શાસ્ત્રના સૈદ્ધાંતિક જ્ઞાનનું સારું એવું ભાથું બાંધી લીધું હતું. ભરાવદાર દાઢી અને રૂઆબદાર દેખાવવાળો મેગેલન એક દિવસ સ્પેનના રાજા ચાર્લ્સ પહેલાની સમક્ષ ખડો થયો અને પોતાના સાહસની યોજના સમજાવી. રાજાએ એની યોજના મંજૂર કરી અને એને કોલંબસને આપ્યું હતું તેવા "શાંતા મારીયા" કરતાં વધુ સારું વહાણ આપી શોધ સફરે મોકલ્યો. એ જમાનામાં નૌકાચાલન માટે મળતા શ્રેષ્ઠ યંત્રો અને સાધનો આ વહાણમાં ગોઠવાયા હતા. ઈ.સ.૧૫૧૯ના સપ્ટેમ્બર મહિનાના એક દિવસે આ કાફલાએ કિનારો છોડ્યો ત્યારે કોઈને કલ્પના પણ ન હતી કે આ કાફલા...

ભારતને યુરોપ સાથે સમુદ્રી માર્ગ સાંકળનાર પ્રથમ સફરી : વાસ્કો-દ-ગામા (ઈ.સ.૧૪૯૬ - ઈ.સ. ૧૫૨૪)

વાસ્કો-દ-ગામા                  તાગોસ નદીકિનારે ચાર વહાણ લંગારેલા પડ્યાં છે એ વહાણોમાં ત્રણ વર્ષ ચાલે એટલો ખાદ્ય ખોરાક અને બીજો માલ સામાન ભરાયો છે. એ જમાનાના શ્રેષ્ઠ સાધનોથી એ વહાણોને સજ્જ કરાયાં છે. એ પરથી લાગે છે કે કોઈ લાંબી અને ખૂબ મહત્વની સફરની તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ કાફલાનો કપ્તાન વાસ્કો-દ-ગામા પોર્ટુગલના રાજા મેન્યુઅલની વિદાય લેવા દરબારમાં હાજર થઈ ગયો.                બીજા દિવસે ૯મી જુલાઈ ૧૪૯૭ના રોજ વાસ્કો-દ-ગામાની શોભાયાત્રા ધામધૂમથી નીકળી અને નદીના કિનારે પહોંચી આ શોભાયાત્રામાં ખલાસીઓ સળગતી મીણબત્તી સાથે જોડાયા. તેમ પાદરીઓ પણ જોડાયા અને અલબત્ત નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં. આ કાફલામાં ચારમાંથી બે જહાજ તો ખાસ આ સફરને ધ્યાનમાં રાખીને બાંધવામાં આવ્યાં હતા. વાસ્કો-દ-ગામાના કાફલાએ તાગુસ નદીના કિનારેથી પોતાના લંગર છોડ્યાં, સઢ ખોલ્યા અને ઉપડ્યાં. ઉપડીને દક્ષિણ આફ્રિકાનું ચક્કર મારીને માંજા-મોમ્બાસા પહોંચ્યો. હવે હિંદી મહાસાગર ઓળંગવા માટે ઈશાનના મોસમી પવનો અનુકૂળ હતા. ૨જી, મ...