Skip to main content

Posts

કોમવાદી ખપાવી હિન્દુ મહાસભાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપનાર : શ્યામાપ્રસાદ મુખરજી

                    ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના આંદોલનમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ સિવાય યોગદાન આપનાર શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ ૬ઠ્ઠી જુલાઈ ૧૯૦૧માં કલકત્તાના અંગ્રેજનિષ્ઠ સમૃદ્ધ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. શ્યામાપ્રસાદના પિતા આશુતોષ મુખરજી અંગ્રેજ સરકાર અને બંગાળના બ્રિટિશ ગવર્નર સાથે સારો ઘરોબો ધરાવતા હોવાથી ભણતરની કારકિર્દી પણ સારી બની. પિતાના મૃત્યુ બાદ ૩૩ વર્ષની ઉંમરે ૧૪ વર્ષ સુધી એમણે પણ કોલકાતા યુનિ.ના ઉપકુલપતિનું પદ શોભાવ્યું. દેશના સૌથી નાની વયના ઉપકુલપતિ બન્યા. એક વિચારક તથા પ્રખર શિક્ષાવિદ તરીકે એમની પ્રસિદ્ધિ આગળ વધતી ગઈ. જ્યારે કલકાત્તા યુનિવર્સિટીના ઉપકુલપતિ પદેથી નિવૃત્ત થયા ત્યારે એમને ડૉકટરેટની માનદ પદવી એનાયત કરી સન્માન આપ્યું હતું. દેશની રાજનૈતિક દૂર્વ્યવસ્થા તેમને રાજકીય ક્ષેત્રમાં આવતાં રોકી ન શકી. ૧૯૨૬માં કોંગ્રેસ ઉમેદવાર તરીકે કલકત્તા વિશ્વવિદ્યાલય મતક્ષેત્રમાંથી વિધાનસભામાં ચૂંટાયા અને ૧૯૩૦માં કોંગ્રેસે બહિષ્કાર કર્યો તેથી તેમણે રાજીનામું આપી દીધું. થોડા દિવસો પછી તેઓ વિશ્વવિદ્યાલયના હિતોની રક્...

સ્વાર્થી લોકોએ ધર્મમાં અન્યાય પૂર્ણ વ્યવસ્થા કરી - તથાગત ગૌતમ બુદ્ધ

               માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં ઇ.સ.પૂર્વે ૫૬૩ માં હિમાલયની તળેટીમાં આવેલા કપિલવસ્તુ નગરીના લિમ્બુની વનમાં શાક્ય વંશના રાજા શુદ્ધોધનને ત્યાં કોળી માતા મહારાણી મહામાયાદેવીની કૂખેથી માનવીને અસત્યમાંથી સત્ય તરફ અને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનાર દુનિયાની મહાન વિભૂતિ તથાગત બુદ્ધનો જન્મ વૈશાખી પૂર્ણિમાના દિવસે થયો હતો. ઇક્ષ્વાકુ વંશના શાક્ય રાજા શુદ્ધોધનનું રાજ્ય રોહિણી નદીના કાંઠે અને બીજા કાંઠે કોળી વંશના દેવદાહનગર રાજ્યના રાજા અંજનનું રાજ્ય હતું. બુદ્ધને જન્મ આપનાર રાજા અંજનની પુત્રી રાજકુંવરી મહામાયા અને સ્વરૂપવાન પ્રજાપતિ ગૌતમી આ બંને બહેનોનાં લગ્ન મહારાજા શુદ્ધોધન સાથે જ થયેલાં. કહેવાય છે કે બુદ્ધના જન્મના સાતમા દિવસે માતાનું અવસાન થતાં બાળપણમાં માતાની મમતા અને પ્યાર ભર્યો પ્રેમ પાલક માતા પ્રજાપતિ ગૌતમી પાસેથી મળ્યાં હતાં એટલે જ બુદ્ધનું એક નામ ગૌતમ છે. નાનપણથી જ તેમને વૈભવવિલાસના સર્વ સાધનોથી ભરપુર એક રાજમહેલમાં રાખવામાં આવ્યા હતા. દુનિયાનું કોઈ પણ દુઃખ ગૌતમ સિદ્ધાર્થની નજરમાં દેખાય નહીં તેનો ખ્યાલ રાખવામાં આવતો હતો. સોળ વર્ષની ઉંમરે ...

સરહદી વાવ પંથકને કારમા દુષ્કાળમાંથી ઉગારનાર પરોપકારી સંત : સ્વામી સચ્ચિદાનંદ

              ખારો પટ, ખારું પાણી અને સખત તાપ, સાંજે આંધી આવે રણની ખારી રેત શરીરમાં ભરાઈ જાય, ચહેરો ધૂળ ધૂળ થઈ જાય જમવા બેસીએ તો કાંકરીઓ કચડ કચડ થાય એવા વાવ તાલુકાના ગામોનાં લોકો અન્ન પાણી માટે વલખાં મારતાં. જ્યાં પીવાનું જ પૂરતું પાણી ન હોય ત્યાં નાવા ધોવાની તો વાત જ શી કરવી ? લોકોના શરીરનાં વસ્ત્રો ઉપર પાણીના અભાવનાં પરિણામો દેખાઈ જ આવે. આવી કપરી પરિસ્થિતિમાં કુદરતે પડતાને પાટું મારી. કારમો દુષ્કાળ પડ્યો. રણના કાંઠે વસેલું છેવાડાનું ગામ સુઈગામ સૌથી વધુ દુષ્કાળની ઝપેટમાં આવ્યુ હતું. દરબાર, રાજપૂત, બ્રાહ્મણ વાણિયા તથા બીજી વસ્તી ધરાવતું આ ગામ દુષ્કાળના ઓછાયામાં સાવ મ્લાન થઈ ગયું હતું. એક સમય હતો જ્યારે અહીં દરબારોનું રાજ્ય હતું. અનાજનાં ગાડાંની લાઈનો લાગતી. રાજપૂતો તથા કણબીઓ રાજભાગનું અનાજ ઠાલવીને અનાજના ડુંગર કરી દેતા. અંગ્રેજોના સમયમાં અહીં કર ઉઘરાણીનું કાર્યાલય હતું. ગોરા અંગ્રેજ અફસરોના ભવ્ય બંગલાના અવશેષો આજે પણ અડીખમ ઉભા છે.               હૃદયકંપી ઉઠે એવી ભયંકર મુશ્કેલીઓમાં સબડતી આ વિસ્તારની પ્રજાની મદદે સ્વામી ...

જ્ઞાતિવાદનો દૈત્ય દેશનું સત્યાનાશ વાળી દેશે : સ્વામી વિવેકાનંદ

  જન્મ :  ૧૨,જાન્યુ. ૧૮૬૩ અવસાન : ૦૪,જુલાઈ ૧૯૦૨                       'રામકૃષ્ણ પરમહંસ મિશન' ની સામાજિક સુધારણા પ્રવૃત્તિમાં ભારત ભ્રમણ વખતે સ્વામી વિવેકાનંદ લોકોમાં આત્મવિશ્વાસ, દેશપ્રેમ, ભાઈચારો, માનવસેવા અને અસ્પૃશ્યતા નિવારણનો ઉપદેશ આપતા હતા. તેમણે કલકત્તામાં 'સમગ્ર દ્રષ્ટિએ વેદાંત' ઉપર વ્યાખ્યાન આપતાં કહ્યું કે, 'ઓ ભૂમિના દેવો ! તમારી દુર્બળતાનો એકરાર કરો અને બીજાની દુર્બળતાને ક્ષમા આપી બીજી જાતિઓને ઊંચે લાવો. તેમની ઉપર સહાયતાનો હાથ લંબાવો. તેમને વેદોનો અભ્યાસ કરવા દો. તેમને જગતના બીજા આર્યોની પેઠે આર્યો બનવા દો.એવી રીતે તમે પણ આર્યો બનો.' અન્ય એક વ્યાખ્યાનમાં કહ્યું કે, આપણા નવયુવકો તાકાતવાળા બનવા જોઈએ;ધર્મ પાછળથી આવશે. મારા યુવક મિત્રો સુદ્રઢ બનો, મારી તમને સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફૂટબોલ રમવાથી સ્વર્ગની વધુ નજીક જશો. આ શબ્દો આકરા છે, પણ મારે તમને તે સંભળાવવા પડે છે. કારણકે હું તમને ચાહું છું. પગરખું ક્યાં ડંખે છે એ મને ખબર છે. મેં થોડોએક અનુભવ લીધો છે.’ આવા કડવા પ્રવચનોથી ભડકીને એક રૂઢિચુસ્તે તો 'સ્વામી સંન...

અખંડ ભારતની એકતાનું પ્રતિક : સરદાર વલ્લભભાઈ પટેલ

જન્મ : ૩૧, ઑક્ટોબર : ૧૮૭૫  અવસાન : ૧૫, ડિસેમ્બર ૧૯૫૦                  વાયવ્ય દિશાએથી છઠ્ઠી સદીમાં ભારત આવી વસેલી હૂણ જેવી ખડતલ જાતિ અને પંજાબના ગુર્જરો આ બંને જાતિમાંથી ઊતરી આવેલી જાતિએ ચડોતરના જંગલો કાપ્યાં. રેતાળ જમીનમાં છાણ, માટી અને ખાતરનાં ગાડાંનાં ગાડાં ઠાલવીને તેને ફળદ્રુપ બનાવી અને તેમાં ખેતી કરવા માંડી. આસપાસના રજવાડામાં સૈનિકો તરીકે પણ સેવા બજાવી. આવેશ અને ધીરજનો અદ્ભુત સમન્વય સાધીને આ જાતિએ કાળક્રમે આવેલ હિંદુ, મુસલમાન અને અંગ્રેજ રાજકર્તાઓનો આદરભાવ સંપાદન કર્યો. વધારે નક્કર લાભ એ થયો કે પોતે ખેડતા હતા તે જમીનના માલિકી હકકના દસ્તાવેજ તેમણે મેળવી લીધા અને તેથી જમીન પાટીના માલિક તરીકે આ જાતિ 'પાટીદાર અથવા પટેલ' તરીકે ઓળખાઈ. આવી સમૃદ્ધ અને સશક્ત પાટીદાર જાતિમાં સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો. પોતાના જ કુટુંબની સાથે શિયાળાની રાતમાં છાણાંની તાપણી કરીને તાપતા નાનકડા વલ્લભે સાંભળેલી વૃદ્ધ પિતાની વાતમાંથી રાષ્ટ્રવાદી પ્રેરણા મેળવી હતી. યુવાકાળમાં ખેતર છોડીને વલ્લભભાઈ અમદાવાદની કાપડ મિલમાં કામ કરવા ગયા હતા. તેમણે દિવસે પૈસા કમાઈ ...

‘મિસાઈલ મેન’ અને ‘જનતાના રાષ્ટ્રપતિ’ તરીકે ઓળખાતા ભારતના અવિસ્મરણીય વૈજ્ઞાનિક : ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ

  (૧૫,ઓક્ટોબર : ૧૯૩૧ થી ૨૭, જુલાઈ : ૨૦૧૫)           તત્કાલીન મદ્રાસ અને હાલના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમમાં એક મધ્યમ વર્ગીય તામિલ કુટુંબમાં ૧૫મી ઓક્ટોબર ૧૯૩૧ના રોજ કલામનો જન્મ થયો હતો. તેમના માતા-પિતાની સમાજમાં એક આદર્શ દંપતી તરીકે ગણતરી થતી હતી. પિતા નાવિકનો વ્યવસાય કરી કુટુંબનું ભરણપોષણ કરતા. તેમના વિસ્તારમાં હિંદુ મુસ્લિમ હળી-મળીને રહેતા હતા. કલામને તેમના પિતા દરરોજ સાંજે નમાજ માટે લઈ જતા. અરબી ભાષામાં ગવાતી આ પ્રાર્થનાઓનો અર્થ શુ થાય તેની કલામને કશી ખબર ન હતી પણ પૂરી શ્રદ્ધા હતી કે પ્રાર્થના ખુદાને પહોંચે જ છે.          ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે એક દિવસ ગણિતના શિક્ષક રામકૃષ્ણ ઐયર બીજા વર્ગમાં શીખવતા હતા. કલામ એ વર્ગમાં જઈ ચડ્યા ત્યારે સરમુખત્યારની અદાથી રામકૃષ્ણ ઐયરે એમને બોચીથી પકડીને આખા વર્ગની વચ્ચે સોટી ફટકાર્યા હતા. તેઓ એટલા બધા તેજસ્વી વિદ્યાર્થી ન હતા છતાં પણ પિતાની આશા હતી કે મારો દીકરો ભાવિ કલેકટર બને. ઈયાદૂરાઈ સોલેમન મહાન શિક્ષક હતા. તે બધા બાળકોમાં આત્મગૌરવનું સિંચન કરતા. સોલેમને કલામની આત્મપ્રતિષ્ઠાને ખૂબ ઊંચે પહો...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...