Skip to main content

Posts

પ્યાર કે રંગ મેં બસ નહાયેંગે હમ, ઈસ તરહ આજ હોલી મનાયેંગે હમ

               આ પર્વ સાથે એક પૌરાણિક કથા કહેવાતી આવી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. એને બ્રહ્માનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી એનું મૃત્યું થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. તેને મારવો એ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો. સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. હિરણ્યકશિપુની જેમ આજના નેતાઓ ઉપર પણ અમુક સંગઠનનાં વરદાન હોવાથી અજયત્વ, અમરત્વ મળ્યું હોય એમ અભિમાની બની ગયા છે. ખેર, કથામાં આગળ એવું વર્ણન જોવા મળે છે કે એ  હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એને કંઇ કેટલાંય પ્રલોભનો તથા ડર બતાવી ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. પ્રહલાદને મારવા માટે પણ બહુ જ પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા. છેવટે પ્રહલાદને મારી નાખવાના...

ભારતનો એક રહસ્યમય અનંતયાત્રી : નેતાજી સુભાષચંદ્ર બોઝ

                     ૧૯૧૬ના વર્ષમાં પ્રેસિડેન્સી કોલેજના ઈ.એફ.ઓટન નામના એક અંગ્રેજ પ્રોફેસરે તેમના વર્ગખંડ પાસેના કોરિડોરમાં એકત્ર થયેલા કેટલાક વિદ્યાર્થીઓની ખલેલથી ધૂંધવાઈને તેમને બળપૂર્વક દૂર હડસેલી દીધા. વિદ્યાર્થીઓએ માંગણી કરી કે પ્રોફેસર તેમની માફી માંગે પણ પ્રોફેસરે માફી માંગવાની ના પાડી એટલે કોલેજમાં સામાન્ય હડતાલ પડી. એ દિવસોમાં પ્રેસિડેન્સી કોલેજમાં હડતાળનો બનાવ એ એક અકલ્પીય બાબત હતી.હડતાળિયા વિદ્યાર્થીઓના એક નેતા તરીકે સુભાષને ચેતવણી આપવામાં આવી. પણ તેઓ અડગ જ રહ્યા. સદભાગ્યે એ પ્રોફેસરમાં શાણપણ આવ્યું અને વિદ્યાર્થીઓ સાથેના સંઘર્ષનો તેમણે સુમેળ અંત આણ્યો. પણ મોટી કમનસીબી એ થઈ કે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલાં માટે જે દંડ ફટકાર્યો હતો તે પાછો ખેંચવાનો તેમણે સાફ ઈન્કાર કરી દીધો. પ્રિન્સિપાલના આ નિર્ણયથી ઉશ્કેરાઈ બીજી ઘટના વજ્રઘાત સમાન બની. વિદ્યાર્થીઓએ કાયદો હાથમાં લીધો પ્રો. ઓટનને લોહીલુહાણ થઈ જાય એટલો સખ્ત માર મારવામાં આવ્યો. સરકારે કોલેજ બંધ કરી તપાસ માટે કમિટી ઓફ ઈન્ક્વાયરીની રચના કરી. કોલેજની આવી ગૂંચવણભ...

વાણી સ્વાતંત્ર્ય ઉપર તરાપ બદલ જાગૃત જનતાએ ઈન્દિરાને પણ સત્તાથી દૂર કર્યાં હતાં

                 "આપણે જો આપણી દુનિયાને બરાબર જાણવી હોય તો આપણો જન્મ થયો છે તે દેશનું જ નહીં પણ પૃથ્વી પર જેટલા દેશો આવેલા છે અને તે બધામાં જે પ્રજાઓ વસેલી છે તે સર્વનો ખ્યાલ મનમાં રાખવો જોઈએ. મારા આ કાગળોમાં હું તને ઝાઝું કહી શકીશ એવો મને ભરોસો નથી. પણ મને એવી ઉમેદ છે કે હું જે કંઈ થોડું લખી મોકલીશ તેમાં તને રસ પડશે અને તે ઉપરથી આપણી આ દુનિયા એક મોટું કુટુંબ છે અને તેના પર વસતાં સર્વ લોકો આપણા ભાઈ બહેનો છે એમ તું સમજતી થઈશ."  ઇન્દિરા નાનાં હતાં ત્યારથી જ નહેરૂએ પત્રો થકી એમનામાં ભ્રાતૃભાવ, દેશપ્રેમના ગુણ સિંચ્યા હતા. તેમ ના શિક્ષણ અને સંસ્કારમાં પિતાનો ફાળો ખૂબ મોટો રહ્યો હતો. સમય મળે ત્યારે ઈન્દિરાને મહાપુરુષોની કથાઓ દેશભક્તિની વાર્તાઓ સંભળાવતા હતા. નેહરુએ એકવાર પૂછયું, બેટા પ્રિયદર્શની મોટા થઈને તારે શું બનવું છે ? જવાબ હતો પપ્પા ! હું....હું જ બનવા માંગુ છું. મારે બીજા કોઈની નકલ નથી કરવી અને ઇંદિરાજીએ ઇન્દિરા બનીને બતાવ્યું તેમણે કોઈની નકલ ન કરી લોકો એમની નકલ કરતા હતા.  આનંદ ભવનમાં રહીને અનેક રાજકીય પ્રવૃત્તિઓ નિહાળી હતી એ ભલે ન...

દેશની રળિયામણી ભૂમિમાં જવાહરલાલ એ જવાહર જ પાક્યું

               ૧૮મી સદીમાં ફરુખશિયર નામના બાદશાહના સમયમાં રાજ કૌલ શાખાઓના વડવાઓની આખા કાશ્મીરમાં સંસ્કૃત અને ફારસીના વિદ્વાન તરીકે નામના હતી. બાદશાહ તેમનાથી આકર્ષાયો. તેના આગ્રહથી કુટુંબના વડવા કીર્તિ અને ધન કમાવવા કાશ્મીરની રળિયામણી કુંજો છોડી ફળદ્રુપ મેદાનોમાં જઈ વસ્યા. દિલ્હીમાં એક નહેર કાંઠે થોડી જમીન અને મકાન બક્ષિસમાં આપ્યાં. નહેરના કાંઠે ઘર હોવાથી નહેરુ- કૌલ તરીકે ઓળખાવા લાગ્યા. મૂળ કાશ્મીરી બ્રાહ્મણ પણ વર્ષો જતાં કૌલમાંથી માત્ર નેહરુ રહ્યું. ત્યારથી તેમનું કુંટુંબ "નેહરુ" અટકથી ઓળખાયું. પરદાદા લક્ષ્મીનારાયણ દિલ્હી બાદશાહના દરબારમાં સરકાર કંપનીના પહેલા વકીલ હતા. દાદા ગંગાધર નહેરુ દિલ્હીના કોટવાલ હતા અને પિતા મોતીલાલ નહેરુ તેર-ચૌદ વર્ષની ઉંમરે ફારસીના વિદ્વાન ગણાતા પણ વ્યવસાયે વકીલ. આવા નામચીન અને શ્રીમંત પરિવારમાં જન્મેલા જવાહરલાલ નહેરુએ દેશના વિજ્ઞાન, શિક્ષણ, કલા, સાહિત્ય વગેરેને પુષ્કળ ઉત્તેજન આપ્યું. ખરેખર એમની આગેવાની હેઠળ દેશની કાયાપલટ થઇ અને દેશ બળદગાડાની સંસ્કૃતિમાંથી રૉકેટની સંસ્કૃતિ સુધી આગળ વધ્યો. તેને કારણે ઘર આંગણે એ સૌથી લોકપ્ર...

નવા વર્ષે, નવેસરથી, નવા વિકલ્પો અને અભિગમ સાથે નવલા થઈએ

              સંસ્કૃતમાં એક સુભાષિત છે કે ઉત્સવ પ્રિયા ખલુ જના: અર્થાત્ લોકો ખરેખર ઉત્સવ પ્રિય હોય છે. આ સુભાષિત આપણને લાગુ પડે છે. ભારતીયો ખરેખર ઉત્સવ પ્રિય લોકો છે. દરેક પર્વને ધામધૂમપૂર્વક ઉજવે છે. દિવાળી એ વર્ષનો સૌથી મહત્વનો તહેવાર છે, અંધકાર ઉપર અજવાળાનું અને અનિષ્ટ ઉપર સત્યની ઉજવણીનું પર્વ છે. સૌ સાથે મળી હર્ષોલ્લાસથી આ પર્વ મનાવે છે. દિવાળીનો તહેવાર એટલે ફક્ત દિવાનો પ્રકાશ જ નહિ, પણ અંતરનું અજવાળું. જૂની સમસ્યાઓ, ભૂલો, વિપરિત પરિસ્થિતિઓથી કંઈક નવી શિખામણ થકી તેને નિવારી એક નવો રસ્તો કંડારવાનો અવસર. નવા વિકલ્પો સાથે જીવનને અતિ આનંદી બનાવવાની સોનેરી તક. નવી આશાઓ, નવાં સપનાં , નવા લક્ષ્યો, નવા વિચારો સાથે લોકો નવા વર્ષનું સ્વાગત કરે છે.                કસરત કરવી, શરીર ઉતારવું, સિક્સ પેક બોડી બનાવવી, ડાયરી લખવી, આટલી સંખ્યામાં દર મહિને પુસ્તકો વાંચવાં એટલે વાંચવાં જ, પૈસાની તો આટલી બચત કરવી જ, આમ ન કરવું; તેમ ન કરવું  વગેરે વગેરે નવા વર્ષની પુર્વસંધ્યાએ લોકો સંકલ્પ કરતા હોય છે. આવા સંકલ્પો કરવાનો આપણે ત્ય...

કોમવાદી ખપાવી હિન્દુ મહાસભાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપનાર : શ્યામાપ્રસાદ મુખરજી

                    ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના આંદોલનમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ સિવાય યોગદાન આપનાર શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ ૬ઠ્ઠી જુલાઈ ૧૯૦૧માં કલકત્તાના અંગ્રેજનિષ્ઠ સમૃદ્ધ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. શ્યામાપ્રસાદના પિતા આશુતોષ મુખરજી અંગ્રેજ સરકાર અને બંગાળના બ્રિટિશ ગવર્નર સાથે સારો ઘરોબો ધરાવતા હોવાથી ભણતરની કારકિર્દી પણ સારી બની. પિતાના મૃત્યુ બાદ ૩૩ વર્ષની ઉંમરે ૧૪ વર્ષ સુધી એમણે પણ કોલકાતા યુનિ.ના ઉપકુલપતિનું પદ શોભાવ્યું. દેશના સૌથી નાની વયના ઉપકુલપતિ બન્યા. એક વિચારક તથા પ્રખર શિક્ષાવિદ તરીકે એમની પ્રસિદ્ધિ આગળ વધતી ગઈ. જ્યારે કલકાત્તા યુનિવર્સિટીના ઉપકુલપતિ પદેથી નિવૃત્ત થયા ત્યારે એમને ડૉકટરેટની માનદ પદવી એનાયત કરી સન્માન આપ્યું હતું. દેશની રાજનૈતિક દૂર્વ્યવસ્થા તેમને રાજકીય ક્ષેત્રમાં આવતાં રોકી ન શકી. ૧૯૨૬માં કોંગ્રેસ ઉમેદવાર તરીકે કલકત્તા વિશ્વવિદ્યાલય મતક્ષેત્રમાંથી વિધાનસભામાં ચૂંટાયા અને ૧૯૩૦માં કોંગ્રેસે બહિષ્કાર કર્યો તેથી તેમણે રાજીનામું આપી દીધું. થોડા દિવસો પછી તેઓ વિશ્વવિદ્યાલયના હિતોની રક્...

સ્વાર્થી લોકોએ ધર્મમાં અન્યાય પૂર્ણ વ્યવસ્થા કરી - તથાગત ગૌતમ બુદ્ધ

               માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં ઇ.સ.પૂર્વે ૫૬૩ માં હિમાલયની તળેટીમાં આવેલા કપિલવસ્તુ નગરીના લિમ્બુની વનમાં શાક્ય વંશના રાજા શુદ્ધોધનને ત્યાં કોળી માતા મહારાણી મહામાયાદેવીની કૂખેથી માનવીને અસત્યમાંથી સત્ય તરફ અને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનાર દુનિયાની મહાન વિભૂતિ તથાગત બુદ્ધનો જન્મ વૈશાખી પૂર્ણિમાના દિવસે થયો હતો. ઇક્ષ્વાકુ વંશના શાક્ય રાજા શુદ્ધોધનનું રાજ્ય રોહિણી નદીના કાંઠે અને બીજા કાંઠે કોળી વંશના દેવદાહનગર રાજ્યના રાજા અંજનનું રાજ્ય હતું. બુદ્ધને જન્મ આપનાર રાજા અંજનની પુત્રી રાજકુંવરી મહામાયા અને સ્વરૂપવાન પ્રજાપતિ ગૌતમી આ બંને બહેનોનાં લગ્ન મહારાજા શુદ્ધોધન સાથે જ થયેલાં. કહેવાય છે કે બુદ્ધના જન્મના સાતમા દિવસે માતાનું અવસાન થતાં બાળપણમાં માતાની મમતા અને પ્યાર ભર્યો પ્રેમ પાલક માતા પ્રજાપતિ ગૌતમી પાસેથી મળ્યાં હતાં એટલે જ બુદ્ધનું એક નામ ગૌતમ છે. નાનપણથી જ તેમને વૈભવવિલાસના સર્વ સાધનોથી ભરપુર એક રાજમહેલમાં રાખવામાં આવ્યા હતા. દુનિયાનું કોઈ પણ દુઃખ ગૌતમ સિદ્ધાર્થની નજરમાં દેખાય નહીં તેનો ખ્યાલ રાખવામાં આવતો હતો. સોળ વર્ષની ઉંમરે ...