Skip to main content

Posts

લમણે ગોળી મારીને મોત વ્હાલું કરનાર ચંદ્રશેખર આઝાદ

            અંગ્રેજો વિરુદ્ધ કરેલ નારેબાજી માટે ગોરા અફસરે એક કિશોરને પકડી લીધો અને તેને જેલમાં લઈ જવામાં આવ્યો. બીજા પણ કેટલાક જુવાનો પકડાયા. એ બધાનો કેસ અદાલતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ચલાવવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે કોઈને ત્રણ મહિના તો કોઈને છ મહિનાની સજા ફરમાવી. આખરે કોર્ટમાં ન્યાયધીશ સમક્ષ એ કિશોરને રજૂ કરવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે પૂછ્યું : તારું નામ ? એ બોલ્યો : આઝાદ. તારા પિતાનું નામ ? કિશોરે જવાબ આપ્યો : સ્વતંત્રતા..! મેજીસ્ટ્રેટે છેલ્લો પ્રશ્ન કર્યો, તારું ઘર ક્યાં ? કિશોર નિર્ભયતાથી બોલ્યો :  જેલ. કિશોરના નીડરતા અને જુસ્સાભર્યા જવાબો સાંભળી કોર્ટમાં બેઠેલા તમામ પ્રેક્ષકો તેના ઉપર ખુશ થઈ ગયા. પણ મેજિસ્ટ્રેટ ખૂબ ગુસ્સે થયા અને ગુસ્સામાં અને ગુસ્સામાં તેમણે કોરડા મારવાની સજા ફટકારી.             ફટકાની સજા કેવી આકરી કષ્ટદાયી હોય એનો ખ્યાલ આજના જમાનામાં ન આવે. ભલભલા બહારવટિયા , ક્રિમિનલ કેદીઓ , રીઢા ગુનેગારો ફટકાની સજાનું નામ સાંભળી કંપી ઉઠતાં. જેને ફટકાની સજા કરવામાં આવે તેનાં બધાં કપડાં ઉતારી નાખવામાં આવે, માત્ર લંગોટીભેર ...

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનો ધીકતો ધંધો શિક્ષણનો ખુલ્લેઆમ વેપાર

            વ્યાખ્યાની દૃષ્ટિએ શિક્ષણની એકથી વધારે વ્યાખ્યાઓ વિવિધ શિક્ષણશાસ્ત્રીઓ, વિચારકો અને લેખકો દ્વારા આપવામાં આવી છે. આપણે એ બધી વ્યાખ્યાઓમાં ન પડીએ અને માત્ર શિક્ષણ શબ્દના અર્થને પકડીએ તો પણ શિક્ષણ એટલે શું ? એ ખ્યાલ આવી જશે. શિક્ષણ એટલે કે Education. એ લેટિન શબ્દ Educo પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે પરિપકવ બનાવવું, પ્રગતિ કરવી, પથદર્શિત કરવું, દોરવણી આપવી, ઘડતર કરવું, સત્વ બહાર લાવવું, પ્રશિક્ષિત કરવું, શિક્ષણ-જ્ઞાન-માહિતી પ્રદાન કરવા અને કેળવવું, ઉછેરવું વગેરે. આના પરથી કહી શકાય કે શિક્ષણ વ્યક્તિને તેની કાચી કે અપરિપકવ અવસ્થામાંથી બહાર લાવી તેનું યથાર્થ ઘડતર કરવા અને બૌદ્ધિક પોષણ આપવા તેને દોરવણી, શિસ્ત, રીતભાત, આચાર, વિચાર, માર્ગદર્શન, માહિતી અને જ્ઞાન પ્રદાન કરી તેને એવી રીતે કેળવે છે કે જેથી કરીને તેની અંદર રહેલું શ્રેષ્ઠત્તમ તત્ત્વ બહાર આવે અને એ શ્રેષ્ઠત્તમ તત્ત્વની મદદથી અન્યોના માન-સન્માન કે હક્કોને હાનિ પહોંચાડ્યા વિના વ્યક્તિ પોતાના જીવન નિર્વાહનો માર્ગ સુનિશ્ચિત કરી જીવન પથ પર પ્રગતિ કરતો રહે સાથે સાથે અન્યોને પણ પોતાના જ્ઞાનનો લાભ ...

પાખંડી ભૂવાઓથી ચેતો, વિજ્ઞાનયુગમાં શિક્ષણ જ સર્વસ્વ

                         સમજ્યા વગરનો સ્વીકાર એટલે અંધશ્રદ્ધા. આટલા બધા લોકો કહે છે એટલે સાચું જ હશે; એમ માની મગજને જરા પણ તસ્દી આપ્યા વિના કોઇપણ વાત સ્વીકારી લેવાની વૃત્તિ એ અંધશ્રદ્ધા જ છે. આ માટે સમાજનું પછાતપણું, શિક્ષણનો અભાવ, જીવનમાં આવતી મુશ્કેલીઓ, દાક્તરી સારવારનો અભાવ વગેરે જેવાં અનેક કારણો જવાબદાર છે. અંધશ્રદ્ધા ફેલાવનારા અનેક પ્રકારનાં પ્રલોભનો અને હૈયાધારણ આપે છે. તદ્દન ખોટી હકિકતો અને બનાવોને જાતે જોયેલી અને અનુભવેલી વાતો તરીકે રજૂ કરી લોકોને જાળમાં ફસાવે છે. મોટાભાગે વીંછી-સાપનું ઝેર ઉતારનારા, ભૂતપ્રેત ભગાડનારા ભુવા અને હાથ અથવા કુંડળી જોઈ ભવિષ્ય કથન કરનારા કર્મકાંડીઓ પોતાનું ગુજરાન ચલાવવા અનેક રીતે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાના પુરેપુરા પ્રયત્નો કરે છે. ભગતસિંહે એક ભાષણમાં કહેલું કે, "ધાર્મિક અંધશ્રદ્ધા અને ધર્માંધતા આપણી પ્રગતિના માર્ગમાં સૌથી વધુ અડચણરૂપ છે. તે આપણા રસ્તામાં આડખીલી રૂપ સાબિત થાય છે અને આપણે તેમને ફગાવી દેવા જોઈએ. જે વૈચારિક સ્વાતંત્ર્ય સહી ન શકે તેનો અંત લાવવો જોઈએ. દરેક સમાજમાં ક્રાંતિકારી...

શિક્ષકોનાં હિત મહત્વનાં કે સંઘ ?

                                પેન્શન યોજના ૧૮૮૧માં લાવવામાં આવી હતી ત્યારે તેનો હેતુ એવો હતો કે સરકારી કર્મચારીઓ ઉપર અનેક પ્રકારનાં નિયંત્રણો હોઈ તે નોકરી સિવાય કોઈ અન્ય કામ ધંધો કરી શકતા નથી. એટલે નિવૃત્તિ પછી વૃદ્ધાવસ્થામાં સ્વમાનભેર પાછલી જીંદગી નિકળે એ માટે પેન્શન યોજના લાગુ કરવામાં આવી હતી. જેમાં નિવૃત્તિ લીધા પછી પેન્શનની સુવિધા એટલે કે દર મહિને એક નિશ્ચિત રકમ મળતી. પેન્શનની સંપૂર્ણ રકમ સરકાર દ્વારા આપવામાં આવતી. આ રકમ કર્મચારીના છેલ્લા પગારના ૫૦ ટકા હતી. જો કોઈ કર્મચારી ૧૦ વર્ષની સેવા પછી પણ નિવૃત્ત થાય છે, તો તેને પણ આ જ ફોર્મ્યુલા હેઠળ પેન્શન મળતું. નિવૃત્તિ બાદ ૧૬.૫ મહિનાનો પગાર ગ્રેચ્યુઈટી તરીકે આપવામાં આવતો. નોકરી દરમિયાન મૃત્યુના કિસ્સામાં, ગ્રેચ્યુઇટી ૨૦ લાખ અને આશ્રિતને પણ સરકારી નોકરી મળતી. પેન્શન દરમિયાન મોંઘવારી ભથ્થું પણ મળતું વગેરે જેવી સુવિધાઓ નવી સિસ્ટમ હેઠળ નાબૂદ કરવામાં આવી. આનો અર્થ એ થયો કે ૨૦૦૪ કે ત્યાર બાદ નિમણૂક પામેલા કર્મચારી પેન્શનનો હકદાર નથી.       ...

પ્યાર કે રંગ મેં બસ નહાયેંગે હમ, ઈસ તરહ આજ હોલી મનાયેંગે હમ

               આ પર્વ સાથે એક પૌરાણિક કથા કહેવાતી આવી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. એને બ્રહ્માનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી એનું મૃત્યું થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. તેને મારવો એ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો. સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. હિરણ્યકશિપુની જેમ આજના નેતાઓ ઉપર પણ અમુક સંગઠનનાં વરદાન હોવાથી અજયત્વ, અમરત્વ મળ્યું હોય એમ અભિમાની બની ગયા છે. ખેર, કથામાં આગળ એવું વર્ણન જોવા મળે છે કે એ  હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એને કંઇ કેટલાંય પ્રલોભનો તથા ડર બતાવી ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. પ્રહલાદને મારવા માટે પણ બહુ જ પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા. છેવટે પ્રહલાદને મારી નાખવાના...

ભારતનો એક રહસ્યમય અનંતયાત્રી : નેતાજી સુભાષચંદ્ર બોઝ

                     ૧૯૧૬ના વર્ષમાં પ્રેસિડેન્સી કોલેજના ઈ.એફ.ઓટન નામના એક અંગ્રેજ પ્રોફેસરે તેમના વર્ગખંડ પાસેના કોરિડોરમાં એકત્ર થયેલા કેટલાક વિદ્યાર્થીઓની ખલેલથી ધૂંધવાઈને તેમને બળપૂર્વક દૂર હડસેલી દીધા. વિદ્યાર્થીઓએ માંગણી કરી કે પ્રોફેસર તેમની માફી માંગે પણ પ્રોફેસરે માફી માંગવાની ના પાડી એટલે કોલેજમાં સામાન્ય હડતાલ પડી. એ દિવસોમાં પ્રેસિડેન્સી કોલેજમાં હડતાળનો બનાવ એ એક અકલ્પીય બાબત હતી.હડતાળિયા વિદ્યાર્થીઓના એક નેતા તરીકે સુભાષને ચેતવણી આપવામાં આવી. પણ તેઓ અડગ જ રહ્યા. સદભાગ્યે એ પ્રોફેસરમાં શાણપણ આવ્યું અને વિદ્યાર્થીઓ સાથેના સંઘર્ષનો તેમણે સુમેળ અંત આણ્યો. પણ મોટી કમનસીબી એ થઈ કે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલાં માટે જે દંડ ફટકાર્યો હતો તે પાછો ખેંચવાનો તેમણે સાફ ઈન્કાર કરી દીધો. પ્રિન્સિપાલના આ નિર્ણયથી ઉશ્કેરાઈ બીજી ઘટના વજ્રઘાત સમાન બની. વિદ્યાર્થીઓએ કાયદો હાથમાં લીધો પ્રો. ઓટનને લોહીલુહાણ થઈ જાય એટલો સખ્ત માર મારવામાં આવ્યો. સરકારે કોલેજ બંધ કરી તપાસ માટે કમિટી ઓફ ઈન્ક્વાયરીની રચના કરી. કોલેજની આવી ગૂંચવણભ...

વાણી સ્વાતંત્ર્ય ઉપર તરાપ બદલ જાગૃત જનતાએ ઈન્દિરાને પણ સત્તાથી દૂર કર્યાં હતાં

                 "આપણે જો આપણી દુનિયાને બરાબર જાણવી હોય તો આપણો જન્મ થયો છે તે દેશનું જ નહીં પણ પૃથ્વી પર જેટલા દેશો આવેલા છે અને તે બધામાં જે પ્રજાઓ વસેલી છે તે સર્વનો ખ્યાલ મનમાં રાખવો જોઈએ. મારા આ કાગળોમાં હું તને ઝાઝું કહી શકીશ એવો મને ભરોસો નથી. પણ મને એવી ઉમેદ છે કે હું જે કંઈ થોડું લખી મોકલીશ તેમાં તને રસ પડશે અને તે ઉપરથી આપણી આ દુનિયા એક મોટું કુટુંબ છે અને તેના પર વસતાં સર્વ લોકો આપણા ભાઈ બહેનો છે એમ તું સમજતી થઈશ."  ઇન્દિરા નાનાં હતાં ત્યારથી જ નહેરૂએ પત્રો થકી એમનામાં ભ્રાતૃભાવ, દેશપ્રેમના ગુણ સિંચ્યા હતા. તેમ ના શિક્ષણ અને સંસ્કારમાં પિતાનો ફાળો ખૂબ મોટો રહ્યો હતો. સમય મળે ત્યારે ઈન્દિરાને મહાપુરુષોની કથાઓ દેશભક્તિની વાર્તાઓ સંભળાવતા હતા. નેહરુએ એકવાર પૂછયું, બેટા પ્રિયદર્શની મોટા થઈને તારે શું બનવું છે ? જવાબ હતો પપ્પા ! હું....હું જ બનવા માંગુ છું. મારે બીજા કોઈની નકલ નથી કરવી અને ઇંદિરાજીએ ઇન્દિરા બનીને બતાવ્યું તેમણે કોઈની નકલ ન કરી લોકો એમની નકલ કરતા હતા.  આનંદ ભવનમાં રહીને અનેક રાજકીય પ્રવૃત્તિઓ નિહાળી હતી એ ભલે ન...