Skip to main content

Posts

શુદ્રો તેમજ અસ્પૃશ્યોની શૂરવીરતાના ઈતિહાસનો સાક્ષી એટલે ભીમા કોરેગાંવનો વિજય ક્રાંતિસ્તંભ

        સંભાજીને ઈ.સ.૧૬૮૯માં એક એક અંગ કાપીને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવ્યો એવું સ્વામી સચ્ચિદાનંદે પોતાના પુસ્તકમાં લખ્યું છે. જ્યારે સંભાજીની હત્યા કરી શરીરના ટૂકડા ફેંકતાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે કોઈ આ ટૂકડાઓને હાથ લગાવશે તેની પણ આવી હાલત થશે..!! એટલે ઘણો સમય સુધી કોઈ લાશ લેવા આગળ આવ્યું નહિ, ત્યારે એક યુવાને હિંમત કરી. એણે મહારાજ સંભાજીના શરીરના રઝળતા ટૂકડાઓ વીણી ભેગા કર્યા અને સિલાઈ કરીને મુખાગ્નિ આપ્યો હતો. આ યુવાન મહાર જ્ઞાતિનો હતો. ( સંભાજીની સમાધિ આજે પણ એ જ મહારવાડી વિસ્તારમાં આવેલી છે) જાહેરાત પ્રમાણે યુવાનની પણ સંભાજીના જેવી જ હાલત થઈ અને એની આખી સમાજ ઉપર પેશ્વાઓએ (ચિતપાવન બ્રાહ્મણો) કેટલાક અમાનવીય નિયમો થોપી દીધા. પેશ્વાઓ મૂળ રીતે છત્રપતિ (મરાઠા સામ્રાજ્યના રાજા)ના ગૌણ તરીકે સેવા આપતા હતા. છત્રપતિ સંભાજીની હત્યા પછી મરાઠા સામ્રાજ્યની કમાન તેમના ભાઈ રાજારામ પાસે રહી. રાજારામ ઈ.સ.૧૭૦૦માં મૃત્યુ પામ્યા એટલે તેમની પત્ની તારાબાઈએ તેમના પુત્ર શિવાજી બીજો સાથે મરાઠા સામ્રાજ્યની કમાન સંભાળી. ઈ.સ.૧૭૦૭માં ઔરંગઝેબના મૃત્યુ પછી બહાદુરશાહ પહેલાએ છત્...

કિસી કો યે કૈસે બતાયે કિ ગુલિસ્તાઁ મેં કહીં ભી ફૂલ એક રંગીય નહિ હોતે..!!

         શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ અભિનીત સિદ્ધાર્થ આનંદની એક્શન થ્રિલર ફિલ્મ "પઠાણ" આવતા વર્ષે જાન્યુઆરીમાં મોટા પડદા પર આવવા માટે તૈયાર છે અને ચાહકો આતુરતાથી ફિલ્મ રિલીઝ થાય એની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે ૧૨મી ડિસેમ્બરના રોજ તેનું પહેલું ગીત "બેશરમ રંગ...." રિલીઝ થયા બાદ ફિલ્મ વિવાદમાં સપડાઈ ગઈ છે. ફિલ્મના ગીત બેશરમ રંગ વિરુદ્ધ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ટ્વિટર, ફેસબુક, વૉટસએપ, ઇન્સ્ટાગ્રામ જેવાં સોશિયલ મિડિયાએ તો ઉપાડો લીધો છે. જ્યાં જુઓ ત્યાં બસ પઠાણ...... પઠાણ...... જ છવાયેલું છે. ગીતને હેશટેગ કરીને દિપિકા અને શાહરૂખને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. કોઈ વિરોધ કરે છે તો કોઈ સમર્થન, કોઈને પઠાણ નામથી વાંધો છે તો કોઈને ખાનથી, કોઈને કપડાંથી વાંધો છે તો કોઈને કપડાંના રંગથી..!! કેટલાંક તત્વો કોઈના કોઈ રીતે આવા વ્યર્થ મુદ્દાઓ શોધતા જ હોય છે, જેમાં હિંદુ-મુસ્લિમ આવે...!! અને જો ન આવે તો ગમે તેમ શોધી જ લે અને પોતાનો ધંધો ચલાવતા રહે છે. એક ફિલ્મના ગીતને ધર્મના રંગમાં રંગવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. ગોદી મિડિયા પણ એને પ્રોત્સાહન આપી રહ...

ગુજરાતની આશાનું કિરણ અને નખશીખ પ્રામાણિક રહેલો એકમાત્ર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી

         "હું સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો, પણ સત્તાથી ઘણા લોકોના જીવનને બદલી શકાય છે એ મુખ્ય વિચાર મને રાજકારણમાં લાવ્યો છે. મારામાં નવ્વાણું ટકા ક્રાંતિકારી અને એક ટકા જ નેતાનો ગુણ છે " આ શબ્દો છે ગુજરાતના યુવા અને લડાયક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના. પાંચ વર્ષના ધારાસભ્ય કાળમાં ગુજરાતવાસીઓને જ્યાં પણ અન્યાય થયો ત્યાં પડખે ઉભા રહ્યા અને વિધાનસભામાં ગર્જનાઓ પણ કરી છે.       ૨૦૧૭માં અપક્ષ ધારાસભ્ય તરીકે જીતેલા જીજ્ઞેશ મેવાણીએ પોતાના વિસ્તારમાં કરેલ કાર્યોની સાથે સાથે નખશીખ પ્રમાણિક રાજનેતા તરીકે લોકોમાનસ પર અમીટ છાપ છોડી છે. કહેવાય છે કે વડગામ એક સમયે બહુ જ સમૃદ્ધ પ્રદેશ હતો. જ્યાં શેરડીનો પાક મબલખ પ્રમાણમાં પાકતો હતો. ધીમે ધીમે આ વિસ્તારમાં પાણીનું તળ નીચું જતું ગયું અને સિંચાઈ માટે પાણીની અછત ઊભી થઈ. આ વિસ્તારના લોકોની મુખ્ય માંગ હતી કે કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમ પાણીથી છલકાય. જેથી ફરી આ વિસ્તાર સમૃદ્ધિથી ફુલેફાલે. જ્યારે પણ વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે વડગામવાસીઓ સિંચાઈના પાણીનો મુદ્દો ઉમેદવારો સામે રજૂ કરે પણ જીત્યા પછી જૈસે થે. ૨૦૧૭...

સામાન્ય સિકયુરિટી ગાર્ડની નોકરી કરનારના પુત્ર બન્યા ઉચ્ચ અધિકારી

             ઑફિસમાં બાજુના ટેબલને ટેકો દઈને ઉભા હોઈએ અને સાહેબ ટોકતાં બોલે કે કેમ આમ ? ટેકો લઈને ઉભા રહેવું એવું કયાંય લખેલુ છે ? ત્યારે ટેકો દેનાર કર્મચારી કહે : સૉરી, સાહેબ. ભૂલ થઈ ગઈ અને બીજે જ દિવસે સૉરી બોલનાર એ કર્મચારી પોતે ક્લાસ-ટુમાં પસંદગી થવા બદલ ઑફિસના એ જ સાહેબને મોં મીઠું કરાવવા જાય ત્યારે ખુશીના સમાચાર જાણીને સાહેબે મીઠો ઠપકો આપતાં કહ્યું કે મને કહેવાય નહિ..!! ગઈકાલે તો મેં આવતીકાલના અધિકારીને ધમકાવી દીધો..!! અને બંને હસી પડે છે. ટેબલને ટેકો દેનાર આ કર્મચારી એટલે વિપુલ જાખેસરા.          બનાસકાંઠાના છેવાડાનો તાલુકા એવા સુઈગામના બેણપમાં જન્મેલા વિપુલભાઈનું બાળપણ ઘણા અભાવોમાં વિત્યું. તેમના પ્રાથમિક શિક્ષણમાં પ્રકાશભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ વાઘેલા સાહેબનો ફાળો અમૂલ્ય રહ્યો છે. તો કૉલેજકાળના પ્રો.પઠાણ સાહેબ અને વી.ડી.પટેલ સાહેબને ન ભૂલાય..!! અંતરિયાળ અને પછાત વિસ્તારની ગામડાની સાવ સામાન્ય અને સુવિધાઓના અભાવવાળી શાળામાં ભણતા હોઈએ અને 'મન' થાય તોય 'માળવે' કેવી રીતે પહોંચવું ? છતાં પણ કહેવાય છે ને કે, અડગ મનના માનવીને હ...

ઓઝોનની સુરક્ષિતા માટે પર્યાવરણનું જતન કરી પૃથ્વીને બચાવીએ

           સૂર્યપ્રકાશ વગર પૃથ્વી પર જીવન અશક્ય છે. જો ઓઝોન પડ ન હોય તો સૂર્યમાંથી નીકળતી ઉર્જા પૃથ્વી પરના જીવન વિકાસ માટે ખૂબ જ ઘાતક નીવડી શકે. આ પડ પૃથ્વીને સૂર્યના મોટાભાગના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગથી બચાવે છે. સિત્તેરના દાયકાના અંતમાં વૈજ્ઞાનિકોએ શોધ્યું કે માનવજાત આ રક્ષણાત્મક કવચમાં છિદ્ર બનાવવાનું કામ કરી રહી છે, ત્યારે તેમણે ચેતવતાં કહ્યું હતું કે,"એરોસોલ્સ અને ઠંડક, જેમ કે ફ્રિજ અને એસીમાં વપરાતા ઓઝોન-ક્ષીણ વાયુઓના કારણે થયેલાં છિદ્રના સીધા પ્રકાશથી ત્વચાના કેન્સર અને મોતિયાના કેસોમાં વધારો તેમજ છોડ, પાક અને ઈકો સિસ્ટમને નુકસાન પહોંચાડશે." આ ચેતવણીની ગંભીરતા સમજી કાર્બન ડાયોક્સાઇડ વાયુને કાબુમાં લેવો જરુરી છે. કેમ કે પૃથ્વીનું વાતાવરણ બગાડવામાં સૌથી મોટો ફાળો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે. આપણે ઉચ્છવાસમાં કાઢીએ છીએ, ઉદ્યોગો ફેલાવે, કોલસાથી ચાલતા પ્લાન્ટ ફેલાવે, વાહનો ફેલાવે એમ કાર્બન ડાયોક્સાઈડ ઉત્પાદન કેન્દ્રોનો કોઇ પાર નથી. કાર્બન ડાયોકસાઇડ ઓછો ફેલાવે એવા વિકલ્પો શોધવાના દુનિયાભરમાં કામ થઈ રહ્યું છે પણ તેનું ઉત્પાદન ઘટવાની શક્યતા નહિવ...

ભારતીય સૈન્યના એક સિપાઈની અમર શૌર્યકથા

             ૩જી મે ૧૯૯૯ના રોજ એક ભરવાડ પોતાના પાલતું પ્રાણી યાકની શોધ માટે ફરતો હતો ત્યાં તેને કેટલાક શંકાસ્પદ લોકો દેખાયા એટલે ભારતીય લશ્કરને જાણ કરી. ભરવાડના સૂચન અનુસાર શોધખોળ પર ગયેલી કેપ્ટન સૌરભ કાલિયાની ટુકડીએ તપાસ કરતાં માહિતી સાચી ઠરી કે કેટલાક પાકિસ્તાનના સૈનિકોએ કાશ્મીરી વેશ ધારણ કરીને એલઓસી (બે દેશો વચ્ચેની ડે ફેક્ટો બોર્ડર છે) ઓળંગી ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી છે, જે આખરે યુદ્ધમાં પરિણમી. ઇતિહાસમાં એ યુદ્ધ કારગિલ યુદ્ધના નામે ઓળખાયું. સ્વતંત્રતા પહેલાં કારગિલ વિસ્તાર લદ્દાખનો એક તાલુકો હતો, પાંખી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં વિવિધ ભાષાઓ, વંશો અને ધાર્મિક જૂથો ધરાવતા લોકો એકમેકથી અલગ ખીણોમાં વસતા હતા. વિશ્વનાં ઉત્તુંગ શિખરોમાં જેમની ગણના થાય એવા શિખરોએ ખીણોને એકમેકથી અળગી રાખી હતી. ભારત પાકિસ્તાન યુદ્ધની સમાપ્તિ વખતે નિર્ણાયક રેખા આંકવામાં આવી જેથી લદ્દાખનું વિભાજન થયું, સ્કર્દુ તાલુકો પાકિસ્તાનના ફાળે ગયો,જે અત્યારે ગિલગિટ બાલ્ટીસ્તાનનો ભાગ છે. કારગિલ શહેર શ્રીનગરથી સવા સો માઈલથી પણ વધારે દૂર છે. કારગીલની ઉત્તરે એલઓસીની સામેની તરફ ગિલગિટ ...

શિક્ષક કોઈપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે -ડૉ.અબ્દુલ કલામ

            દરેક વ્યક્તિ માટે, તેના અસ્તિત્વના કોઈપણ તબક્કે, એક વ્યક્તિની જરૂર છે જે આ અથવા તે સમસ્યા, પરિસ્થિતિ અથવા ફક્ત એક ઘટનાને સમજાવી શકે. એ વ્યક્તિ છે શિક્ષક. સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં સૌથી મોટો ફાળો હોય તો એ શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધારસ્તંભ છે. આ આધારસ્તંભને મજબુત કરવા શિક્ષકની ભુમિકા મહત્વની હોય છે. શિક્ષકનો વ્યવસાય એ પૃથ્વી પરના સૌથી પ્રાચીન વ્યવસાયોમાંનો એક છે. એમની જવાબદારી ઘણી મોટી છે. કારણ કે બાળકોનો બૌદ્ધિક, નૈતિક, મનોવૈજ્ઞાનિક, શારીરિક વિકાસ તો કરવાનો જ છે, પરંતુ સામાજિક, ચારિત્ર્ય અને ભાવનાત્મક વિકાસ કરવાની પણ આજના શિક્ષકની ફરજ છે. આદર્શ શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.             શિક્ષણ એ અવિરત પ્રક્રિયા છે. અભ્યાસક્રમની સાથે જીવનમૂલ્યો પણ શિક્ષકો દ્વારા શરૂઆતથી જ શીખવવામાં આવે છે. શિક્ષણ જ્ઞાન, નમ્રતા, કુનેહ અને ક્ષમતા આપે છે. શિક્ષકને ભગવાન સમાન ગણવામાં આવે છે. આજે પણ ઘણા શિક્ષકો શિક્ષણના આદર્શોને અનુસરીને એક આદર્શ માનવ સમાજની સ્થા...