Skip to main content

Posts

Showing posts from 2022

કિસી કો યે કૈસે બતાયે કિ ગુલિસ્તાઁ મેં કહીં ભી ફૂલ એક રંગીય નહિ હોતે..!!

         શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ અભિનીત સિદ્ધાર્થ આનંદની એક્શન થ્રિલર ફિલ્મ "પઠાણ" આવતા વર્ષે જાન્યુઆરીમાં મોટા પડદા પર આવવા માટે તૈયાર છે અને ચાહકો આતુરતાથી ફિલ્મ રિલીઝ થાય એની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે ૧૨મી ડિસેમ્બરના રોજ તેનું પહેલું ગીત "બેશરમ રંગ...." રિલીઝ થયા બાદ ફિલ્મ વિવાદમાં સપડાઈ ગઈ છે. ફિલ્મના ગીત બેશરમ રંગ વિરુદ્ધ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ટ્વિટર, ફેસબુક, વૉટસએપ, ઇન્સ્ટાગ્રામ જેવાં સોશિયલ મિડિયાએ તો ઉપાડો લીધો છે. જ્યાં જુઓ ત્યાં બસ પઠાણ...... પઠાણ...... જ છવાયેલું છે. ગીતને હેશટેગ કરીને દિપિકા અને શાહરૂખને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. કોઈ વિરોધ કરે છે તો કોઈ સમર્થન, કોઈને પઠાણ નામથી વાંધો છે તો કોઈને ખાનથી, કોઈને કપડાંથી વાંધો છે તો કોઈને કપડાંના રંગથી..!! કેટલાંક તત્વો કોઈના કોઈ રીતે આવા વ્યર્થ મુદ્દાઓ શોધતા જ હોય છે, જેમાં હિંદુ-મુસ્લિમ આવે...!! અને જો ન આવે તો ગમે તેમ શોધી જ લે અને પોતાનો ધંધો ચલાવતા રહે છે. એક ફિલ્મના ગીતને ધર્મના રંગમાં રંગવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. ગોદી મિડિયા પણ એને પ્રોત્સાહન આપી રહ...

ગુજરાતની આશાનું કિરણ અને નખશીખ પ્રામાણિક રહેલો એકમાત્ર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી

         "હું સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો, પણ સત્તાથી ઘણા લોકોના જીવનને બદલી શકાય છે એ મુખ્ય વિચાર મને રાજકારણમાં લાવ્યો છે. મારામાં નવ્વાણું ટકા ક્રાંતિકારી અને એક ટકા જ નેતાનો ગુણ છે " આ શબ્દો છે ગુજરાતના યુવા અને લડાયક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના. પાંચ વર્ષના ધારાસભ્ય કાળમાં ગુજરાતવાસીઓને જ્યાં પણ અન્યાય થયો ત્યાં પડખે ઉભા રહ્યા અને વિધાનસભામાં ગર્જનાઓ પણ કરી છે.       ૨૦૧૭માં અપક્ષ ધારાસભ્ય તરીકે જીતેલા જીજ્ઞેશ મેવાણીએ પોતાના વિસ્તારમાં કરેલ કાર્યોની સાથે સાથે નખશીખ પ્રમાણિક રાજનેતા તરીકે લોકોમાનસ પર અમીટ છાપ છોડી છે. કહેવાય છે કે વડગામ એક સમયે બહુ જ સમૃદ્ધ પ્રદેશ હતો. જ્યાં શેરડીનો પાક મબલખ પ્રમાણમાં પાકતો હતો. ધીમે ધીમે આ વિસ્તારમાં પાણીનું તળ નીચું જતું ગયું અને સિંચાઈ માટે પાણીની અછત ઊભી થઈ. આ વિસ્તારના લોકોની મુખ્ય માંગ હતી કે કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમ પાણીથી છલકાય. જેથી ફરી આ વિસ્તાર સમૃદ્ધિથી ફુલેફાલે. જ્યારે પણ વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે વડગામવાસીઓ સિંચાઈના પાણીનો મુદ્દો ઉમેદવારો સામે રજૂ કરે પણ જીત્યા પછી જૈસે થે. ૨૦૧૭...

સરદાર વલ્લભભાઈ પટેલ એક સમાજસુધારક તરીકે

                 અમદાવાદના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે કાન્ડી પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. ત્યારે એક વખત કાન્ડીની ઓફીસમાં એક વૃદ્ધ માણસ આવ્યો.  કાન્ડી  અને બન્ને વચ્ચે કામને લઈને થઈ રહેલી વાતચીતમાં ઉંમરની વાત નીકળતાં  કાન્ડી બોલ્યા કે હવે હું  ઘરડો થઈ ગયો છું અને સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો છે. ત્યારે એ વૃદ્ધ માણસે પુછ્યું કે તમને કેટલાં વર્ષ થયાં ?  કાન્ડી  બોલ્યા : ૫૬ વર્ષ અને તમને કેટલાં ? વૃદ્ધ બોલ્યો સડસઠ થયાં છે અને  હજી ૩૩ વરસની તૈયારી..!! વૃદ્ધાવસ્થામાં પણ આવા જોમ અને જુસ્સા વાળો વૃદ્ધ યુવાન એટલે આપણા સૌના વલ્લભભાઈ પટેલ. તેમનો જન્મ  ૩૧મી ઓક્ટોબર ૧૮૭૫ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે એક ખેડૂત  પરિવારમાં થયેલો .  પિતા  ઝવેરભાઈ  ૧૦ એકર જમીન ધરાવતા  શ્રીમંત ખેડૂત, સ્વતંત્ર સ્વભાવના મજબૂત માણસ હતા. જેમની પાસે ગામના લોકો મુશ્કેલીના સમયે સલાહ અને મદદ માટે આવતા હતા. પિતાએ ઝાંસીની રાણી સાથે ૧૮૫૭ના મહા બળવામાં ભાગ લીધો હતો અને બાદમાં ઈન્દોરના હોલ્કર દ્વારા તેમને બંદી બનાવવામાં આવ્યા હતા...

સામાન્ય સિકયુરિટી ગાર્ડની નોકરી કરનારના પુત્ર બન્યા ઉચ્ચ અધિકારી

             ઑફિસમાં બાજુના ટેબલને ટેકો દઈને ઉભા હોઈએ અને સાહેબ ટોકતાં બોલે કે કેમ આમ ? ટેકો લઈને ઉભા રહેવું એવું કયાંય લખેલુ છે ? ત્યારે ટેકો દેનાર કર્મચારી કહે : સૉરી, સાહેબ. ભૂલ થઈ ગઈ અને બીજે જ દિવસે સૉરી બોલનાર એ કર્મચારી પોતે ક્લાસ-ટુમાં પસંદગી થવા બદલ ઑફિસના એ જ સાહેબને મોં મીઠું કરાવવા જાય ત્યારે ખુશીના સમાચાર જાણીને સાહેબે મીઠો ઠપકો આપતાં કહ્યું કે મને કહેવાય નહિ..!! ગઈકાલે તો મેં આવતીકાલના અધિકારીને ધમકાવી દીધો..!! અને બંને હસી પડે છે. ટેબલને ટેકો દેનાર આ કર્મચારી એટલે વિપુલ જાખેસરા.          બનાસકાંઠાના છેવાડાનો તાલુકા એવા સુઈગામના બેણપમાં જન્મેલા વિપુલભાઈનું બાળપણ ઘણા અભાવોમાં વિત્યું. તેમના પ્રાથમિક શિક્ષણમાં પ્રકાશભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ વાઘેલા સાહેબનો ફાળો અમૂલ્ય રહ્યો છે. તો કૉલેજકાળના પ્રો.પઠાણ સાહેબ અને વી.ડી.પટેલ સાહેબને ન ભૂલાય..!! અંતરિયાળ અને પછાત વિસ્તારની ગામડાની સાવ સામાન્ય અને સુવિધાઓના અભાવવાળી શાળામાં ભણતા હોઈએ અને 'મન' થાય તોય 'માળવે' કેવી રીતે પહોંચવું ? છતાં પણ કહેવાય છે ને કે, અડગ મનના માનવીને હ...

ઓઝોનની સુરક્ષિતા માટે પર્યાવરણનું જતન કરી પૃથ્વીને બચાવીએ

           સૂર્યપ્રકાશ વગર પૃથ્વી પર જીવન અશક્ય છે. જો ઓઝોન પડ ન હોય તો સૂર્યમાંથી નીકળતી ઉર્જા પૃથ્વી પરના જીવન વિકાસ માટે ખૂબ જ ઘાતક નીવડી શકે. આ પડ પૃથ્વીને સૂર્યના મોટાભાગના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગથી બચાવે છે. સિત્તેરના દાયકાના અંતમાં વૈજ્ઞાનિકોએ શોધ્યું કે માનવજાત આ રક્ષણાત્મક કવચમાં છિદ્ર બનાવવાનું કામ કરી રહી છે, ત્યારે તેમણે ચેતવતાં કહ્યું હતું કે,"એરોસોલ્સ અને ઠંડક, જેમ કે ફ્રિજ અને એસીમાં વપરાતા ઓઝોન-ક્ષીણ વાયુઓના કારણે થયેલાં છિદ્રના સીધા પ્રકાશથી ત્વચાના કેન્સર અને મોતિયાના કેસોમાં વધારો તેમજ છોડ, પાક અને ઈકો સિસ્ટમને નુકસાન પહોંચાડશે." આ ચેતવણીની ગંભીરતા સમજી કાર્બન ડાયોક્સાઇડ વાયુને કાબુમાં લેવો જરુરી છે. કેમ કે પૃથ્વીનું વાતાવરણ બગાડવામાં સૌથી મોટો ફાળો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે. આપણે ઉચ્છવાસમાં કાઢીએ છીએ, ઉદ્યોગો ફેલાવે, કોલસાથી ચાલતા પ્લાન્ટ ફેલાવે, વાહનો ફેલાવે એમ કાર્બન ડાયોક્સાઈડ ઉત્પાદન કેન્દ્રોનો કોઇ પાર નથી. કાર્બન ડાયોકસાઇડ ઓછો ફેલાવે એવા વિકલ્પો શોધવાના દુનિયાભરમાં કામ થઈ રહ્યું છે પણ તેનું ઉત્પાદન ઘટવાની શક્યતા નહિવ...

ભારતીય સૈન્યના એક સિપાઈની અમર શૌર્યકથા

             ૩જી મે ૧૯૯૯ના રોજ એક ભરવાડ પોતાના પાલતું પ્રાણી યાકની શોધ માટે ફરતો હતો ત્યાં તેને કેટલાક શંકાસ્પદ લોકો દેખાયા એટલે ભારતીય લશ્કરને જાણ કરી. ભરવાડના સૂચન અનુસાર શોધખોળ પર ગયેલી કેપ્ટન સૌરભ કાલિયાની ટુકડીએ તપાસ કરતાં માહિતી સાચી ઠરી કે કેટલાક પાકિસ્તાનના સૈનિકોએ કાશ્મીરી વેશ ધારણ કરીને એલઓસી (બે દેશો વચ્ચેની ડે ફેક્ટો બોર્ડર છે) ઓળંગી ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી છે, જે આખરે યુદ્ધમાં પરિણમી. ઇતિહાસમાં એ યુદ્ધ કારગિલ યુદ્ધના નામે ઓળખાયું. સ્વતંત્રતા પહેલાં કારગિલ વિસ્તાર લદ્દાખનો એક તાલુકો હતો, પાંખી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં વિવિધ ભાષાઓ, વંશો અને ધાર્મિક જૂથો ધરાવતા લોકો એકમેકથી અલગ ખીણોમાં વસતા હતા. વિશ્વનાં ઉત્તુંગ શિખરોમાં જેમની ગણના થાય એવા શિખરોએ ખીણોને એકમેકથી અળગી રાખી હતી. ભારત પાકિસ્તાન યુદ્ધની સમાપ્તિ વખતે નિર્ણાયક રેખા આંકવામાં આવી જેથી લદ્દાખનું વિભાજન થયું, સ્કર્દુ તાલુકો પાકિસ્તાનના ફાળે ગયો,જે અત્યારે ગિલગિટ બાલ્ટીસ્તાનનો ભાગ છે. કારગિલ શહેર શ્રીનગરથી સવા સો માઈલથી પણ વધારે દૂર છે. કારગીલની ઉત્તરે એલઓસીની સામેની તરફ ગિલગિટ ...

શિક્ષક કોઈપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે -ડૉ.અબ્દુલ કલામ

            દરેક વ્યક્તિ માટે, તેના અસ્તિત્વના કોઈપણ તબક્કે, એક વ્યક્તિની જરૂર છે જે આ અથવા તે સમસ્યા, પરિસ્થિતિ અથવા ફક્ત એક ઘટનાને સમજાવી શકે. એ વ્યક્તિ છે શિક્ષક. સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં સૌથી મોટો ફાળો હોય તો એ શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધારસ્તંભ છે. આ આધારસ્તંભને મજબુત કરવા શિક્ષકની ભુમિકા મહત્વની હોય છે. શિક્ષકનો વ્યવસાય એ પૃથ્વી પરના સૌથી પ્રાચીન વ્યવસાયોમાંનો એક છે. એમની જવાબદારી ઘણી મોટી છે. કારણ કે બાળકોનો બૌદ્ધિક, નૈતિક, મનોવૈજ્ઞાનિક, શારીરિક વિકાસ તો કરવાનો જ છે, પરંતુ સામાજિક, ચારિત્ર્ય અને ભાવનાત્મક વિકાસ કરવાની પણ આજના શિક્ષકની ફરજ છે. આદર્શ શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.             શિક્ષણ એ અવિરત પ્રક્રિયા છે. અભ્યાસક્રમની સાથે જીવનમૂલ્યો પણ શિક્ષકો દ્વારા શરૂઆતથી જ શીખવવામાં આવે છે. શિક્ષણ જ્ઞાન, નમ્રતા, કુનેહ અને ક્ષમતા આપે છે. શિક્ષકને ભગવાન સમાન ગણવામાં આવે છે. આજે પણ ઘણા શિક્ષકો શિક્ષણના આદર્શોને અનુસરીને એક આદર્શ માનવ સમાજની સ્થા...

વિશ્વના ઈતિહાસમાં પહેલી અને છેલ્લી વખત પરમાણુ હુમલાથી તબાહ થયેલાં બે શહેરો : હિરોશીમા અને નાગાસાકી

              વિશ્વ વિજયી બનવું એ દરેક શક્તિશાળી દેશના સરમુખત્યારનું સ્વપ્ન હોય છે.  હિટલરને પણ એવું જ સપનું હતું. ૧લી સપ્ટેમ્બર, ૧૯૩૯ના રોજ, જ્યારે તેણે પોલેન્ડ પર અચાનક હુમલો કરીને આ સપનું પૂરું કરવાનું શરૂ કર્યું, તે એક રીતે બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત પણ હતી. દૂર પૂર્વમાં જાપાનનો રાજવંશ પણ આ સપનું સાકાર કરવા માટે ૧૯૩૭થી એશિયા-પેસિફિક ક્ષેત્રમાં પોતાનો વિસ્તાર વિસ્તરી રહ્યો હતો. ટૂંક સમયમાં, તે પણ બીજા વિશ્વ યુદ્ધમાં સામેલ થઈ ગયો. હિટલરે ૨૨ જૂન, ૧૯૪૧ના રોજ સોવિયેત સંઘ (રશિયા) પર હુમલો કર્યો અને 'રશિયન રીંછ' (રશિયાને લાંબા સમયથી આ પ્રતિક દ્વારા રજૂ કરવામાં આવે છે) શરૂ કર્યું. જાપાન પણ ઉન્માદમાં આવ્યું અને ૭ ડિસેમ્બર, ૧૯૪૧ના રોજ પેસિફિક મહાસાગરની મધ્યમાં એક ટાપુ જૂથ પર બે કલાક લાંબો બોમ્બ વિસ્ફોટ કર્યો, જેણે બીજા વિશ્વ યુદ્ધનો વળાંક આપ્યો. જાપાને વહેલી સવારે હવાઇયન ટાપુઓ પર અમેરીકન  નેવી બેઝ પર હુમલો કર્યો, દરેકને આશ્ચર્ય થયું. ત્યારે બાકીના દેશો યુદ્ધમાં ઘેરાયેલા હતા, પરંતુ અમેરિકા તેનાથી અલગ હતું. જાપાનના આ હુમલાએ તેને હચમચાવી નાખ્યું. આ...

લમણે ગોળી મારીને મોત વ્હાલું કરનાર ચંદ્રશેખર આઝાદ

            અંગ્રેજો વિરુદ્ધ કરેલ નારેબાજી માટે ગોરા અફસરે એક કિશોરને પકડી લીધો અને તેને જેલમાં લઈ જવામાં આવ્યો. બીજા પણ કેટલાક જુવાનો પકડાયા. એ બધાનો કેસ અદાલતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ચલાવવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે કોઈને ત્રણ મહિના તો કોઈને છ મહિનાની સજા ફરમાવી. આખરે કોર્ટમાં ન્યાયધીશ સમક્ષ એ કિશોરને રજૂ કરવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે પૂછ્યું : તારું નામ ? એ બોલ્યો : આઝાદ. તારા પિતાનું નામ ? કિશોરે જવાબ આપ્યો : સ્વતંત્રતા..! મેજીસ્ટ્રેટે છેલ્લો પ્રશ્ન કર્યો, તારું ઘર ક્યાં ? કિશોર નિર્ભયતાથી બોલ્યો :  જેલ. કિશોરના નીડરતા અને જુસ્સાભર્યા જવાબો સાંભળી કોર્ટમાં બેઠેલા તમામ પ્રેક્ષકો તેના ઉપર ખુશ થઈ ગયા. પણ મેજિસ્ટ્રેટ ખૂબ ગુસ્સે થયા અને ગુસ્સામાં અને ગુસ્સામાં તેમણે કોરડા મારવાની સજા ફટકારી.             ફટકાની સજા કેવી આકરી કષ્ટદાયી હોય એનો ખ્યાલ આજના જમાનામાં ન આવે. ભલભલા બહારવટિયા , ક્રિમિનલ કેદીઓ , રીઢા ગુનેગારો ફટકાની સજાનું નામ સાંભળી કંપી ઉઠતાં. જેને ફટકાની સજા કરવામાં આવે તેનાં બધાં કપડાં ઉતારી નાખવામાં આવે, માત્ર લંગોટીભેર ...

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનો ધીકતો ધંધો શિક્ષણનો ખુલ્લેઆમ વેપાર

            વ્યાખ્યાની દૃષ્ટિએ શિક્ષણની એકથી વધારે વ્યાખ્યાઓ વિવિધ શિક્ષણશાસ્ત્રીઓ, વિચારકો અને લેખકો દ્વારા આપવામાં આવી છે. આપણે એ બધી વ્યાખ્યાઓમાં ન પડીએ અને માત્ર શિક્ષણ શબ્દના અર્થને પકડીએ તો પણ શિક્ષણ એટલે શું ? એ ખ્યાલ આવી જશે. શિક્ષણ એટલે કે Education. એ લેટિન શબ્દ Educo પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે પરિપકવ બનાવવું, પ્રગતિ કરવી, પથદર્શિત કરવું, દોરવણી આપવી, ઘડતર કરવું, સત્વ બહાર લાવવું, પ્રશિક્ષિત કરવું, શિક્ષણ-જ્ઞાન-માહિતી પ્રદાન કરવા અને કેળવવું, ઉછેરવું વગેરે. આના પરથી કહી શકાય કે શિક્ષણ વ્યક્તિને તેની કાચી કે અપરિપકવ અવસ્થામાંથી બહાર લાવી તેનું યથાર્થ ઘડતર કરવા અને બૌદ્ધિક પોષણ આપવા તેને દોરવણી, શિસ્ત, રીતભાત, આચાર, વિચાર, માર્ગદર્શન, માહિતી અને જ્ઞાન પ્રદાન કરી તેને એવી રીતે કેળવે છે કે જેથી કરીને તેની અંદર રહેલું શ્રેષ્ઠત્તમ તત્ત્વ બહાર આવે અને એ શ્રેષ્ઠત્તમ તત્ત્વની મદદથી અન્યોના માન-સન્માન કે હક્કોને હાનિ પહોંચાડ્યા વિના વ્યક્તિ પોતાના જીવન નિર્વાહનો માર્ગ સુનિશ્ચિત કરી જીવન પથ પર પ્રગતિ કરતો રહે સાથે સાથે અન્યોને પણ પોતાના જ્ઞાનનો લાભ ...

પાખંડી ભૂવાઓથી ચેતો, વિજ્ઞાનયુગમાં શિક્ષણ જ સર્વસ્વ

                         સમજ્યા વગરનો સ્વીકાર એટલે અંધશ્રદ્ધા. આટલા બધા લોકો કહે છે એટલે સાચું જ હશે; એમ માની મગજને જરા પણ તસ્દી આપ્યા વિના કોઇપણ વાત સ્વીકારી લેવાની વૃત્તિ એ અંધશ્રદ્ધા જ છે. આ માટે સમાજનું પછાતપણું, શિક્ષણનો અભાવ, જીવનમાં આવતી મુશ્કેલીઓ, દાક્તરી સારવારનો અભાવ વગેરે જેવાં અનેક કારણો જવાબદાર છે. અંધશ્રદ્ધા ફેલાવનારા અનેક પ્રકારનાં પ્રલોભનો અને હૈયાધારણ આપે છે. તદ્દન ખોટી હકિકતો અને બનાવોને જાતે જોયેલી અને અનુભવેલી વાતો તરીકે રજૂ કરી લોકોને જાળમાં ફસાવે છે. મોટાભાગે વીંછી-સાપનું ઝેર ઉતારનારા, ભૂતપ્રેત ભગાડનારા ભુવા અને હાથ અથવા કુંડળી જોઈ ભવિષ્ય કથન કરનારા કર્મકાંડીઓ પોતાનું ગુજરાન ચલાવવા અનેક રીતે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાના પુરેપુરા પ્રયત્નો કરે છે. ભગતસિંહે એક ભાષણમાં કહેલું કે, "ધાર્મિક અંધશ્રદ્ધા અને ધર્માંધતા આપણી પ્રગતિના માર્ગમાં સૌથી વધુ અડચણરૂપ છે. તે આપણા રસ્તામાં આડખીલી રૂપ સાબિત થાય છે અને આપણે તેમને ફગાવી દેવા જોઈએ. જે વૈચારિક સ્વાતંત્ર્ય સહી ન શકે તેનો અંત લાવવો જોઈએ. દરેક સમાજમાં ક્રાંતિકારી...