Skip to main content

Posts

ગુજરાતનો સદીઓ પહેલાંનો શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો : રાણીની વાવ (રાણકી વાવ)

  રાણીની વાવ, પાટણ                      સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ નમૂના તરીકે રાણીવાવની ગણના થાય છે. તેની કોતરણી અને સ્થાપત્ય કલા વિશ્વની અજાયબીઓ સાથે તુલનામાં આવે તેવી છે.               વાવ એટલે પગથિયાં વાળો મોટો કુવો. એ ભારતમાં ગુજરાત પ્રદેશમાં મળી આવતું અજોડ પ્રકારનું વિલક્ષણ સ્થાપત્ય છે. વાવ પ્રકારના સ્થાપત્યોની રચના પાણીના સંગ્રહ માટે કરવામાં આવતી. શાંત અને એકાંત સ્થળોએ પગથિયાં ઊતરીને વાવના પાણી સુધી પહોંચી શકાય તે રીતે વાવ બાંધવામાં આવતી હતી. જૂના સમયમાં મુસાફરોના મુખ્ય રસ્તાઓ ઉપર વૃક્ષોની છાયા વાળા સ્થળો વાવ માટે પસંદ કરવામાં આવતા. પ્રવાસીઓ અને વેપારીઓ, સામાનની હેરફેર કરનારા લોકો ગરમીના દિવસોમાં વાવ પાસે આરામ કરતા. ભાથું ખાતા અને વાવનું શીતળ જળ પીતા. આથી તેમનો તથા તેમના પ્રાણીઓનો થાક ઉતરી જતો અને તાજગી મળતી. ઈ.સ. ૯૦૦ની આસપાસ ગુજરાતના પાટણ શહેરમાં ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ આ રાણીની વાવ બંધાવી હતી. રાણી ઉદયમતી ઘણી ધર્મપરાયણ હતી. આથી આ વાવને પણ ભવ્ય દેવમંદિર જેવી કલાત્મક અને કોતરણીવાળી શ...

ઉત્તર ધ્રુવ પ્રદેશના સૌથી ઉંડા ભાગ સુધી પહોંચનાર પ્રથમ પ્રવાસી અને ઉત્તર ધ્રુવ વિજેતા : રોબર્ટ એડવીન પિયરી (૧૮૫૬-૧૯૨૦)

                 રોબર્ટ એડવીન પિયરી                ૬ઠ્ઠી એપ્રિલે ૧૯૦૯ની ઢળતી બપોરે પૃથ્વીના સૌથી ઉત્તરના છેડે આવેલા એક સ્થળે છ જણ ઊભા હતા. આ છ જણની નાની અમથી ટુકડીનો નેતા હતો અમેરિકાના નૌકાદળનો રોબર્ટ પિયરી નામનો એક નૌકાપતિ. સાથે બીજા પાંચ જણ હતા એનો એક નોકર અને ચાર એસ્કીમો, વર્ષોની પૂર્વ તૈયારી પછી આરંભાયેલો ઉત્તર ધ્રુવ પ્રદેશનો એમનો પ્રવાસ આખરે સફળ નીવડ્યો હતો. ૧૯૦૮માં જુલાઈમાં સેનાપતિ પીયરીએ રૂઝવેલ્ટ નામનું એક જહાજ આ સફર ખેડવા હંકાર્યું, સફળ થવાના દ્રઢ નિર્ધાર સાથે.                  આ સફર માટે જોઇતા નાણાં એકઠા કરવા એણે ૯૬ દિવસમાં ૧૬૮ પ્રવચનો આપ્યાં. આ પછી એ પોતાની પત્ની સાથે ધ્રુવ પ્રદેશની સફરે ઉપડ્યો એ ગ્રીનલેન્ડ પહોંચ્યો અને ત્યાંના સાગર કિનારાના એક ભાગ પર નાની મઢુલી બાંધી. આ મઢુલીમાં એની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો. ધ્રુવ પ્રદેશની આ સફર ખરાબ હવામાન, તરતી હિમ શિલાઓમાં ફસાઈ જવાય એવી તંગી અને થકાવટ વગેરે અનેક જાતની દવાઓ અને વિપત્તિઓની ભરપુર આ સફર હતી. ...

ભૌતિક સગવડો પાછળ આંધળી દોટ સમગ્ર દુનિયા માટે ખતરો માનવજાત સાથે દુનિયાનું નિકંદન : ઓઝોનમાં ગાબડું

               ૧૬ સપ્ટેમ્બર, વિશ્વ ઓઝોન દિવસ               આજે આપણે એવી ઘણી પ્રવૃત્તિઓ કરીએ છીએ જે પર્યાવરણ વિરુદ્ધ છે. પર્યાવરણના દુરુપયોગના કારણે કચરો ઉત્પન્ન કરવો, વૃક્ષોનો નાશ, પેટ્રોલ કે ડીઝલનો વધુ પડતો ઉપયોગ, કારખાનાંનો ધુમાડો, જંગલોમાં આગ, એ.સી કે ફ્રીઝ માટે ક્લોરોફ્લોરો કાર્બન વગેરે પર્યાવરણને નુકસાનકારક પદાર્થોનો માનવી ભરપૂર ઉપયોગ કરવા લાગ્યા છે.                  પૃથ્વી પરનું તાપમાનમાં આજે ચિંતાજનક રીતે વધારો થતો જાય છે અને તેના કારણે સમુદ્રની જળ સપાટી પણ સતત ઊંચી આવતી જાય છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓની પર્યાવરણ પર નિષેધક અસર પડે છે. આ અસરમાં વાવાઝોડું વધુ પ્રમાણ અને હવામાનમાં થતા ફેરફારો તે મુખ્ય ગણાવી શકાય. બધા જ જાણીએ છીએ કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં હિમશીલાઓ ઓગળવાને પરિણામે દરિયાના પાણીની સપાટી ઊંચી આવી છે. આ અસરો જગતના જુદાજુદા દેશોમાં પણ જોવા મળી છે. એક સર્વેમાં જાણવા મળ્યું કે દર પાંચ વર્ષે એક ઇંચ સમુદ્રના પાણીનું સ્તર ઊંચું આવે છે અને હવામાનમાં સતત પર...

કોઈ એક બે દેશ કે પ્રદેશ નહીં, પણ જગત આખાનો આંટો મારનાર મહાન પ્રવાસી : ફર્ડિનાન્ડ મેગેલન (ઈ.સ. ૧૪૮૦ -૧૫૨૧)

ફર્ડિનાન્ડ મેગેલન (ઈ.સ. ૧૪૮૦ -૧૫૨૧)          મેગેલનનો જન્મ પોર્ટુગલના ઓપાર્ટા નામના સ્થળે ૩જી ફેબ્રુ. ઈ.સ.૧૪૮૦માં થયો હતો. એકવાર પોર્ટુગલના દરબારમાં એને ફ્રાન્સિસ્કો સેરાઓ નામના માણસનો ભેટો થઈ ગયો. એ પાછળથી એનો જિંદગીભરનો દોસ્ત બની રહ્યો. ફ્રાન્સિસ્કો પણ એક સાહસિક સફરી હતો. વખતના વહેવા સાથે બંનેને પોર્ટુગલના દરબારમાં સારા હોદ્દે બઢતી મળી અને બંને જણ લિસ્બનમાં સાગરખાતામાં નોકરી કરવા લાગ્યા. સાહસિક શોધ સફરોનો એ જમાનો હતો. મેગેલન ભારે ખંતીલો અને અભ્યાસી વૃત્તિનો હતો. એણે નૌકા ચાલન શાસ્ત્રના સૈદ્ધાંતિક જ્ઞાનનું સારું એવું ભાથું બાંધી લીધું હતું. ભરાવદાર દાઢી અને રૂઆબદાર દેખાવવાળો મેગેલન એક દિવસ સ્પેનના રાજા ચાર્લ્સ પહેલાની સમક્ષ ખડો થયો અને પોતાના સાહસની યોજના સમજાવી. રાજાએ એની યોજના મંજૂર કરી અને એને કોલંબસને આપ્યું હતું તેવા "શાંતા મારીયા" કરતાં વધુ સારું વહાણ આપી શોધ સફરે મોકલ્યો. એ જમાનામાં નૌકાચાલન માટે મળતા શ્રેષ્ઠ યંત્રો અને સાધનો આ વહાણમાં ગોઠવાયા હતા. ઈ.સ.૧૫૧૯ના સપ્ટેમ્બર મહિનાના એક દિવસે આ કાફલાએ કિનારો છોડ્યો ત્યારે કોઈને કલ્પના પણ ન હતી કે આ કાફલા...

ભારતને યુરોપ સાથે સમુદ્રી માર્ગ સાંકળનાર પ્રથમ સફરી : વાસ્કો-દ-ગામા (ઈ.સ.૧૪૯૬ - ઈ.સ. ૧૫૨૪)

વાસ્કો-દ-ગામા                  તાગોસ નદીકિનારે ચાર વહાણ લંગારેલા પડ્યાં છે એ વહાણોમાં ત્રણ વર્ષ ચાલે એટલો ખાદ્ય ખોરાક અને બીજો માલ સામાન ભરાયો છે. એ જમાનાના શ્રેષ્ઠ સાધનોથી એ વહાણોને સજ્જ કરાયાં છે. એ પરથી લાગે છે કે કોઈ લાંબી અને ખૂબ મહત્વની સફરની તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ કાફલાનો કપ્તાન વાસ્કો-દ-ગામા પોર્ટુગલના રાજા મેન્યુઅલની વિદાય લેવા દરબારમાં હાજર થઈ ગયો.                બીજા દિવસે ૯મી જુલાઈ ૧૪૯૭ના રોજ વાસ્કો-દ-ગામાની શોભાયાત્રા ધામધૂમથી નીકળી અને નદીના કિનારે પહોંચી આ શોભાયાત્રામાં ખલાસીઓ સળગતી મીણબત્તી સાથે જોડાયા. તેમ પાદરીઓ પણ જોડાયા અને અલબત્ત નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં. આ કાફલામાં ચારમાંથી બે જહાજ તો ખાસ આ સફરને ધ્યાનમાં રાખીને બાંધવામાં આવ્યાં હતા. વાસ્કો-દ-ગામાના કાફલાએ તાગુસ નદીના કિનારેથી પોતાના લંગર છોડ્યાં, સઢ ખોલ્યા અને ઉપડ્યાં. ઉપડીને દક્ષિણ આફ્રિકાનું ચક્કર મારીને માંજા-મોમ્બાસા પહોંચ્યો. હવે હિંદી મહાસાગર ઓળંગવા માટે ઈશાનના મોસમી પવનો અનુકૂળ હતા. ૨જી, મ...

ગરીબી માટે નહીં, સામાજિક ભેદભાવમાં સમાનતા લાવવા માટે છે અનામત.

ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો..? દરેક બિલ માટે જાહેરમાં ચર્ચા ઉપરાંત સંસદમાં ચર્ચા થતી તત્કાલીન બુદ્ધિજીવીઓ દ્વારા કોઈપણ બિલ માટે ખૂબ જ લાંબો સમય સુધી વિચાર વિમર્શ કરવામાં આવતો, ત્યારે તેનો અમલ થતો. જ્યારે વર્તમાનમાં દેશને આર્થિક રીતે પાયમાલ કરનારાઓએ ૭મી જાન્યુ. ૨૦૧૯ ના રોજ ડ્રાફ્ટ તૈયાર કર્યો અને ૯મી જાન્યુ. ૨૦૧૯ના રોજ સંસદમાં સત્તા ભૂખ્યાઓએ પાસ પણ કરી દીધો..!!! સામાજિક અનામત કઈ રીતે મળી હતી..?? તો સામાજિક અસમાનતાએ માણસોને વિભાજિત કરી માણસાઈ સરવાળા વિનાની બનાવી. જીવન સ્તર બદ્તર બનાવ્યું. સામાજિક ક્ષેત્રે માણસાઈથી ફંગોળાયેલા પશુઓ કરતા પણ અધમ સ્થાન ભોગવતા લાખો અને કરોડો માણસોનું નરકીય જીવન એટલે સામાજીક અસમાનતા. આ વ્યવસ્થામાંથી સમસ્ત ભારતીયોને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય એટલે અનામત. અનામત આપવા માટે ધર્મ કે જાતિ નો મુખ્ય આધાર એટલા માટે રાખવામાં આવ્યો કે દેશમાં અનેક જાતિઓ કે ધર્મના લોકો જે સામાજિક રીતે ભેદભાવ અને ઉપેક્ષાનો શિકાર બન્યા તેઓની સામાજીક એક સૂત્રતા એટલે અનામત. બંધારણના આધારે અનામત આપવાનો માપદંડ જોઇયે તો સામાજિક અસમાનતા છે. આવક કે સંપતિના આ...

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર સમસ્ત ભારતીયો માટે સ્વામીજીનો એક વિચાર

वर्तमान जाति भेद भारतवर्ष की उन्नत्ति में बाधक हैं। वह संकीर्ण बनता है, बाधा पहुँचाता हैं और अलग करता है। (जाति, संस्कृति और समाजवाद  पृ.५६, स्वामी विवेकानंद) समाज सुधारकों के मुखपत्र में मैंने पढ़ा कि वे मुझे शूद्र कहते हैं और मुझे ललकारकर पूछते हैं कि शुद्र को संन्यासी होने का क्या अधिकार हैं..??? શું સ્વામી વિવેકાનંદ શુદ્ર હતા....!!! ચાલો થોડા ઇતિહાસનાં પાનાં ફેંદીએ. ૧૯૧૬માં કલકત્તા હાઇકોર્ટમાં કેસ (20 C.W.N .910) ચાલ્યો. વાદી-પ્રતિવાદી અસિત મોહન ઘોષ, નિરોદ મોહન ઘોષ મલિક હતા. પ્રશ્ન હતો કે બંગાળના કાયસ્થો ક્ષત્રિય છે કે  શુદ્ર..? હાઇકોર્ટે નિર્ણય આપ્યો કે તેઓ શુદ્ર છે. આ કેસની અપીલ પ્રિવી કાઉન્સિલ માં થઈ. (  1926 47 .A.I.40)  કોઈ સ્પષ્ટ નિર્ણય ન આપ્યો. પણ કલકત્તા હાઇકોર્ટે જણાવ્યું કે કાયસ્થોના લગ્ન તાંતી ઉતરતી જ્ઞાતિમાં થઈ શકે છે. તે બધા શુદ્રો છે એટલે કાયસ્થોને પણ તેમાં સમાવવા જોઈએ. આ નિર્ણયથી કાયસ્થોને ભારે હાનિ થઈ. તેમનુ ધાર્મિક તેમજ સામાજિક સ્થાન ધણું નીચું ઉતરી ગયું. એ સમયની કાયસ્થો જેવી રૂપાળી,સુઘડ અને શિક્ષિત જ્ઞાતિની આવી દ...